Abtak Media Google News

જો તમે દેશમાં ફરવાંનો પ્લાન બનાવી રહ્યા છો અને તમે અત્યાર સુધી ટિકિટ બુક નથી કરી તો આ દિવાળી પર તમને બમ્પર લાભ થશે. કંપનીએ 48 કલાક માટે બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર રજુ કરી છે, વિસ્તારા દિવાળી સેલમાં સૌથી સસ્તી એર ટિકિટ 1149ની છે. વિસ્તારા કંપનીએ ટિકિટની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે. અને આગળની રજૂઆતમાં જણાવ્યું હતું કે ઇકોનોમી ક્લાસમાં સૌથી સસ્તી ટિકિટના ભાવ 1149 રૂપિયા છે, જ્યારે પ્રીમિયમ ઇકોનોમી ક્લાસમાં સૌથી સસ્તી ટિકિટની કિંમત 2,099 રૂપિયા છે.

Advertisement

કંપનીએ આને ‘ફેસ્ટિવલ ઓફ ફ્લાઇટ્સ’ ના નામ આપ્યું છે. કંપનીની આ ઑફરમાં તમે બુધવાર (11 ઓકટોબર) ના રાત 12.01 થી શુક્રવાર (12 ઑકટોબર) રાત 11.59 સુધી સસ્તા ભાવો પર બુકિંગ કરી શકો છો. સેલ દરમિયાન તમે 28 ઑક્ટોબર 2017 થી 24 માર્ચ 2018 સુધી ટિકિટ બુક કરી શકો છો. કંપનીના જણાવ્યા મુજબ આ સેલ હેઠળ તમે ગોવા, પોર્ટ બ્લેયર, લેડકાક, Jammu, Srinagar, Kochi, ગોવાહાટી, અમૃતસર, ભુવનેશ્વર અને કેટલાક મેટ્રો સિટી જેવા દિલ્હી, કોલકાત, મુમ્બઈ બેંગલુરુની ટિકિટ બુક કરી શકાશે.

સેલમાં શ્રીનગર અને જમ્મુનું ભાડું સૌથી ઓછું રાખવામાં આવ્યું છે. સાથે સાથે દિલ્હી-ચંડીગઢ અને દિલ્હી-અમૃતસરનું ભાડુ 1199 થી 1,299 સુધી છે. દિલ્હીથી શ્રીનગરનું ભાડું 1,699 રૂપિયા, દિલ્હીથી લેહ (લાદાદ), દિલ્હીથી રાંચી અને દિલ્હીથી મુંબઇ સુધી જવાનું ભાડું 2,999 હશે. દિલ્હી-બેંગલુરુ માટે 2,899 રૃપિયા અને દિલ્હીથી ગોવા માટે 2999 રૃપિયા સુધી ભાડું રહેશે.

કંપનીનું કહેવું છે તે કોઈપણ પ્રકારના છુપા ચાર્જનું ચાર્જ નથી લેતી. કંપનીએ આ ઓફર દેશના કુલ 22 શહેરો માટે રજૂ કરી છે. તો તમે પણ આ ઓફરનો લાભ લો અને કુટુંબ સાથે તમારી રજા એન્જોય કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.