Abtak Media Google News

ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત હાંસલ કરી છે. આ સાથે જ ઈંગ્લેન્ડની છ મેચોમાં આ પાંચમી હાર છે. ભારતીય ટીમ હવે સેમીફાઈનલમાં જગ્યા બનાવવાની નજીક છે. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર છે. વનડે વર્લ્ડ કપની 29મી મેચમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતુ. લખનઉના એકાના સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 50 ઓવરમાં નવ વિકેટે 229 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રનમાં સમેટાઈ ગઈ હતી.

ભારતીય ટીમનો સેમિફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત : ઇંગ્લેન્ડ વિશ્વકપ માંથી બહાર ફેંકાયું

ઇંગ્લેન્ડ સામેના મેચમાં મોહમ્મદ સમી અને જસપ્રિત બુમરા ની સ્વિંગ અને સીમની કમાલે ડીફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને ધૂળ ચાટ કર્યું હતું અને બંને ફાસ્ટબોલરોએ સંયુક્ત રીતે કુલ સાત વિકેટ ઝડપી હતી જેમાં મોહમ્મદ સામી ચાર વિકેટ અને જસ્પ્રિત બુમરાહ ત્રણ વિકેટ ઝડપી હતી. સ્પીનારોમાં કુલદીપ યાદવે 2 અને જાડેજાએ 1 વિકેટ ઝડપી ભારતને 100 રને વિજય અપાવ્યો હતો. ઇંગ્લેન્ડની ઇનિંગમાં 6 બેટ્સમેનો કલિંબોલ્ડ થયા હતા.

ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત હાંસલ કરી છે. આ સાથે જ ઈંગ્લેન્ડની છ મેચોમાં આ પાંચમી હાર છે. ભારતીય ટીમ હવે સેમીફાઈનલમાં જગ્યા બનાવવાની નજીક છે. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર છે. ભારત તરફથી રોહિત શર્માની ફિફ્ટી, સૂર્યકુમાર-રાહુલની મહત્વનું યોગદાન અને શામી-બુમરાહ-કુલદીપની ધમાકેદાર બોલીંગના કારણે ભારતે આ વર્લ્ડકપમાં 6ઠ્ઠી જીત મેળવી છે. ઈંગ્લેન્ડની વાત કરીએ તો ઈંગ્લેન્ડ તરફથી તમામ બેટ્સમેનો નિર્ણય રહ્યા હતા, જ્યારે બોલીંગમાં ડેવિડી વિલીનો જાદુ ચાલ્યો હતો, જોકે તે ટીમને જીત અપાવી શક્યો નથી. ભારત આ વર્લ્ડકપ પોઈન્ટ ટેબલમાં સતત 6 જીત મેળવી 12 પોઈન્ટ સાથે ટોપ પર આવી ગયું છે. આ અગાઉ ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

વિશ્વકપમાં ચેઝ માસ્ટર ભારતે પ્રથમ વાર પહેલા બેટિંગ કરી

વનડે વિશ્વ કપની શરૂઆતથી જ ભારતે હંમેશાં ટોસ જીતી અથવા તો ચેઇઝ કરવાનું પસંદ કર્યું હતું અને તેમાં ટીમને ધારી સફળતા પણ મળી હતી. પરંતુ ઇંગ્લેન્ડ સામેના મેચમાં ઇંગ્લેન્ડ ટેસ્ટ જીતી ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું જેથી ભારતે વન-ડે વિશ્વ કપમાં પ્રથમ વખત પહેલા બેટિંગ કરવાની તક સાંપડી હતી. પરંતુ સ્લો વિકેટના પગલે ભારત માત્ર 229 બનાવી શક્યું હતું જેમાં રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની ઇનિંગ એ ભારતીય ટીમની લાજ રાખી હતી.

બીજી તરફ અન્ય ટીમોનું માનવું છે કે ભારતમાં બોલ જૂનો થાય ત્યારબાદ પેસ મળતી નથી પરંતુ એ વાતને પણ ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડ સામેના મેચમાં ખોટી સાબિત કરી હતી. સ્વિંગ અને સીમનો કમાલ જોવા મળ્યો હતો. ક્રિકેટ ઇતિહાસના દિગ્ગજ ખેલાડીઓ જેવા કે શાહિદ આફ્રિદી અને વસીમ અક્રમે પણ ભારતીય બોલરો ને બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ તેમની સર્વોચ્ચ શક્તિ થી ટીમ માટે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.

કુલદીપ યાદવની ધારદાર બોલિંગ

ભારતીય ટીમના કુલદીપ યાદવની ફિરકી વિરોધીઓ માટે ચિંતન વાદળો ઊભા કરે છે. ઇંગ્લેન્ડ સામે કુલદીપ યાદવ એ પોતાની રેગ્યુલર અને રૂટીન બોલીંગ ના બદલે બોલને સ્ટમથી દૂર રાખી બેટ્સમેનોને હંફાવ્યા હતા અને મેચ વિનર બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કરી ભારતીય ટીમને વિજય અપાવવામાં પોતાનો સિંહ ફાળો આપ્યો હતો. સ્પીન બોલર કુલદીપ યાદવની આવનારા મેચમાં પણ મહત્વની ભૂમિકા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.