Abtak Media Google News

માત્ર ૨૪ ટકા જ રેરાને લગતી ફરિયાદોનો ‘ગુજ રેરા’ દ્વારા કરાયો નિકાલ

ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી એટલે ગુજ રેરામાં અંદાજે અનેકવિધ અરજીઓ રાજયનાં નાગરિકો દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે બિલ્ડરો દ્વારા રેરાની અંદાજીત ૯૯ ટકા ફરિયાદો બારોબાર સેટલ થઈ જાય છે તે વાત સ્પષ્ટ થઈ રહી છે. ગત વર્ષમાં રેરાની લઈ રાજયનાં રહેવાસીઓ દ્વારા ૨૨૦ જેટલી અરજીઓ કરવામાં આવી હતી. આંકડાકિય વિશે માહિતી વાત કરવામાં આવે તો આ તમામ ૨૨૦ અરજીઓ જુલાઈ ૨૦૧૮થી શરૂ થયેલી હતી જેમાંથી ૨૧૯ અરજીઓ એટલે કે આશરે ૯૯ ટકા ફરિયાદો બારોબાર સેટલ કરી દેવામાં આવી છે. જેનાં કારણે બિલ્ડરોને રેરાનાં રોષનો સામનો ન કરવો પડે.

રેરામાં થયેલી ૨૨૦ ફરિયાદમાંથી ૨૧૯ ફરિયાદનો નિકાલ ત્વરીત કરવામાં આવ્યો છે. માત્ર એક ફરિયાદ કે જે સુરતની છે તેમાં બિલ્ડર ઉપર ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો રેરા કાયદાને લઈ લોકોમાં હજુ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ૨૪ ટકા જ કેસો ગુજ રેરા મારફતે તેનો નિકાલ કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે રેરાની ૯૯ ટકા ફરિયાદો બારોબાર જ સેટલ થઈ જાય છે. જયારે ગણતરીનાં જ એવા કેસો છે કે જેમાં ગુજ રેરા દ્વારા રીકવરી અંગેનાં વોરંટ રજુ કરવામાં આવ્યા હોય જેમાં વડોદરાનાં બિલ્ડરનો પણ સમાવેશ થાય છે કે જેને ગ્રાહકને ફલેટનું પઝેશન હજુ સુધી આપ્યું નથી. જયારે ગ્રાહકે ફલેટનાં ૨૦ લાખ રૂપિયા પણ ચુકવી દીધેલા છે ત્યારે રેરા ઓથોરીટી દ્વારા વડોદરાનાં કલેકટરને તાકિદ કરી ૨૮.૨૭ લાખ રૂપિયાની રીકવરી બિલ્ડર પાસેથી કરવાની જાણ પણ કરી છે.

ગુજ રેરામાં આવતી ફરિયાદો વિશે જો વાત કરવામાં આવે તો મહત્તમ ફરિયાદો પ્રોપર્ટીનાં પઝેશન, જાહેરાતમાં જાહેર કરેલી એમીનીટીઝનો અભાવ, ટેનામેન્ટ તથા બંગલાનાં ક્ધટ્રકશનમાં નબળી ગુણવતાનું મટીરીયલ, જીમનાઝીયમ, પુલ તથા બાળકો માટે રમવાનાં પ્લે એરીયાનો અભાવને લઈ અનેકવિધ અરજીઓ કરવામાં આવી રહી છે. ગુજ રેરામાં નાગરિકો દ્વારા દર્જ કરેલી ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદો અમદાવાદની આવેલી છે. જેમાં ૭૧ ફરિયાદ નોંધાઈ છે ત્યારે ગુજ રેરા વેબસાઈટ પર રાજકોટ, વલસાડ જેવા શહેરોમાં દર્જ કરવામાં આવેલી ફરિયાદોનો નિકાલ સહેજ પણ જોવા મળ્યો નથી જયારે ભાવનગરમાં એક કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.