Abtak Media Google News

સ્માર્ટ સિટીની ટીમ વિવિધ પ્રોજેકટસ અને રાજકોટથી પ્રભાવિત: કેન્દ્ર સરકારના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રા અને ગુજરાત મેટ્રો રેલના ચીફ ઈન્દ્રજીત ગૌતમે પ્રેઝન્ટેશન નિહાળ્યું: સ્માર્ટ સિટીના કામોને સ્પીડ આપવા પણ ટકોર

કેન્દ્રના હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ ડિપાર્ટમેન્ટના ચીફ સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રા અને ગુજરાત મેટ્રો રેલના ચીફ ઈન્દ્રજીત ગૌતમ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સ્માર્ટ સિટી અંગે રાજકોટમાં ચાલતા કામોનું પ્રેઝન્ટેશન નિહાળી પદાધિકારી અને અધિકારી સાથે બેઠક યોજી હતી. જેમાં જીડીસીઆર પર નિર્ભર રહેવાની બદલે સ્માર્ટ સિટી માટે અલાયદા નિયમો બનાવવા અને સ્માર્ટ સિટીના કામોને સ્પીડ આપવા માટે ટકોર કરી હતી.

Advertisement
Img 20181228 Wa0012

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ભારત સરકારના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ડીપાર્ટમેન્ટના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રા અને ગુજરાત મેટ્રો રેલના ચીફ શ્રી ઇન્દ્રજીત ગૌતમ સમક્ષ સ્માર્ટ સિટી સહિતના વિવિધ પ્રોજેક્ટ્સની ગહન રૂપરેખા દર્શાવતું પ્રેઝન્ટેશન રજુ કરાયું હતું.  આ મુલાકાતની સૌી ખાસ બાબત એ બની રહે કે, કેન્દ્રની ટીમે રાજકોટના વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિની સરાહના કરવા ઉપરાંત મવડી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રીન બિલ્ડીંગ બનાવવાની રાજકોટ મહાનગરપાલિકાની પહેલને કેન્દ્રની ટીમ દ્વારા ખુબ આવકારી પ્રશંસા કરી હતી.

વિશેષમાં આજે મિટિંગ પૂર્વે કેન્દ્રની તેમે મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી અને તેની ભરપુર સરાહના કરી હતી, તેમજ આ મ્યુઝિયમ પૂ. ગાંધીજી એક યુગપુરૂષ તરીકેનો સંદેશ વધુને વધુ પ્રસરાવવામાં નિમિત અને મહત્વપૂર્ણ બનશે મત પણ તેઓએ વ્યક્ત કર્યો હતો.

Img 20181228 Wa0011

મિટિંગની શરૂઆતમાં સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રા અને ઇન્દ્રજીત ગૌતમને પુષ્પ ગુચ્છી આવકાર્યા બાદ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ ઉપરાંત અન્ય પ્રોજેક્ટસની પ્રગતિ અંગે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. જેમાં સ્માર્ટ સિટી હેઠળ નક્કી યેલા વિવિધ પ્રોજેક્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ અને તેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, અટલ સરોવર, “સ્કાડા સિસ્ટમ, બી.આર.ટી.એસ., વેસ્ટ ટ્રીટમેન્ટ, સિટી બ્યુટીફિકેશન, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાંથી સ્કલ્પચર, લલુડી વોંકળી એરિયાના સ્લમમાં ભીંત ચિત્રો, ક્લીનેોન, સ્વચ્છતા પર્વ, પ્રધાનમંત્રી આવાસ યોજના, “અમૃત હેઠળના પ્રોજેક્ટ્સ, અને એન.યુ.લે.એમ. હેઠળ તી વિવિધ કામગીરી, સુએઝ વોટર ટ્રીટમેન્ટ, રીસાઈકલ વોટર પોલિસી, વગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતાં.

આ ચર્ચા દરમ્યાન મેયર અને ચેરમેન સહિતના પદાધિકારીઓએ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટસ અને અલગઅલગ જનજાગૃતિ અભિયાનમાં જનભાગીદારી કેળવવા અંગે વાત કરી હતી.

Img 20181228 Wa0022

ભારત સરકારના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ડીપાર્ટમેન્ટના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રાએ સમગ્ર પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ કેટલાક સૂચનો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, સ્માર્ટ સિટી તરીકે રાજકોટ શહેર જી.ડી.સી.આર.ને અનુસરવાની સાથોસાથ જરૂરીયાત અનુસાર જી.ડી.સી.આર.ને પોતાના  બદલે પોતાના નિયમો પણ બનાવી શકે છે તો મહાનગરપાલિકાની સ્માર્ટ સિટી લિમિટેડ કંપનીએ આ વિશે પણ વિચારવું જોઈએ. આ ઉપરાંત તેઓએ મહાનગરપાલિકા પાસે પ્લમ્બિંગ માટે આઈ.ટી.આઈ. ટ્રેઈન્ડ માણસો હોવા પર ભાર મુક્યો હતો.

મહાનગરપાલિકાના હાઉસિંગ પ્રોજેક્ટમાં બિલ્ડીંગ હાફ પીરામીડ ટાઈપ (આગલું બિલ્ડીંગ ઓછી ઊંચાઈનું, ત્યાર પછીનું બિલ્ડીંગ તેનાથી વધુ ઊંચાઈનું અને ત્યારપછીનું બિલ્ડીંગ તેનાથી પણ વધુ હાઈટમાં બને તેવું સૂચન કર્યું હતું. તો સાથોસાથ શેરડીના છોતા-બામ્બુ અને વાંસના રેસામાંથી બનેલી લીઓ (ચેઈન સાથે)નો પ્રસાર વપરાશ માટે વિચારવા સૂચન કર્યું હતું. આવી થેલીઓ જ્યારે બિનઉપયોગી બને ત્યારે આસાનીથી કચરા સાથે ભળી જાય છે એ બાબત તરફ પણ તેઓએ ધ્યાન દોર્યું હતું.

આ મિટિંગમાં કેન્દ્રની ટીમે સ્માર્ટ સિટી સહિતના વિવિધ પ્રોજેક્ટ્સની ગહન રૂપરેખા દર્શાવતું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું અને ત્યારબાદ રાજકોટ આઈ-વે પ્રોજેક્ટના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં તી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. કેન્દ્રની ટીમે રેસકોર્સ ડેવલપમેન્ટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ તેમજ રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ માટે પણ રાજકોટ મહાનગરપાલિકાને અભિનદન પાઠવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.