Abtak Media Google News
અનસિક્યોર્ડ લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ નીપજે તો તેના વારસદારો એ બાકી રહેલી રકમની ભરપાઈ કરવાની રહેતી નથી

અબતક, નવીદિલ્હી

અનેક વખત પ્રશ્ન ઉદભવતા હોય છે જેમાં લોન લેનાર વ્યક્તિ અથવા તો વડીલો દ્વારા જે દેણું કરવામાં આવેલું હોય અને તેમનું મૃત્યુ નિપજે તો વારસદારોએ બાકી રહેલું નાણું ભરવું પડે કે કેમ? ત્યારે જાણવા જેવું એ છે કે કયા પ્રકારની લોન માં વારસદારોએ દેણું ભરવું પડે અથવા તો કયા પ્રકારની લોન માં વારસદારોએ દેણું કરવું ન પડે ?

બે વ્યક્તિઓએ સંયુક્ત લોન લીધેલ હોઈ
જો લોન લેનાર વ્યક્તિ સાથે અન્ય વ્યક્તિ પણ જોડાયેલો હોય તે કિસ્સામાં આમાંથી ગમે તે એક લોન લેનાર વ્યક્તિ જીવિત હોય તો તેની જવાબદારી બનતી હોય છે કે બાકી રહેલા લોનની રકમ ની ભરપાઈ કરવામાં આવે. વાહ આ પ્રકારના કિસ્સામાં જો બંને લોન લેનાર વ્યક્તિ નાદારી નોંધાવે તો આ મુદ્દાને સિવિલ કોર્ટમાં લઈ જવામાં આવતો હોય છે. કોર્ટ દ્વારા એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે કે જે લોન લેવામાં આવેલી છે તે લોન કયા પ્રકારની છે.

અંસિક્યોર્ડ લોન
ઉદાહરણ રૂપે માની લઈએ કે લોન લેનાર વ્યક્તિ એ અનસિક્યોર્ડ લોન લીધેલી છે. લોન નો મતલબ છે કે જે રકમ બેંક પાસેથી લેવામાં આવેલી છે તે તેના વ્યક્તિગત વપરાશ માટે લીધેલી હોય આ સ્થિતિમાં જે વ્યક્તિ દ્વારા લોન લેવામાં આવેલી હોય અને તેનું મૃત્યુ નિપજે તો બેંક તેના વારસદારોને સહેજ પણ હેરાન પરેશાન ન કરી શકે બાકી રહેલી રકમની ભરપાઈ કરવા માટે. અને જો વારસદારો પાસે વારસાઈ મિલકત પડેલી હોય તો જે તે વારસદારોએ બાકી રહેલા નાની ભરપાઈ કરવાની ફરજ પડતી હોય છે. તેમાં પણ જે વારસદારો પાસે વારસાઈ મિલકત જે રકમ સુધીની હોય તે રકમ સુધીની જ લોનની ભરપાઈ કરવા માટે તેઓ જવાબદાર હોય છે.

સિક્યોર્ડ લોન
એવીજ રીતે જ્યારે કોઈ લોન લેનાર વ્યક્તિ દ્વારા સિક્યોર્ડ લોન લેવામાં આવેલી હોય એ સ્થિતિમાં જે તે વ્યક્તિએ પોતાની કોલેટરલ સિક્યુરિટી આપેલી હોય છે. જે કોઈ લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ નિપજે તો કોઈ પણ બેંક તેમના વારસદારો ઉપર બળજબરી પૂર્વક લોનની ભરપાઈ કરવા માટે પ્રેશર કરી શકતું નથી અને બાકી રહેલા લોનની રકમ ની ભરપાઈ કરવા માટે જે તે વ્યક્તિના વારસદારોને કેવી રીતે ભરપાઈ કરવી છે તે અંગેની માહિતી પણ આપવામાં આવતી હોય છે. પરંતુ જો વારસદારો જે તે લોનની ભરપાઈ કરવામાં અસમર્થ સાબિત થાય તો બેંક જે તે પ્રોપર્ટી ઉપર કબજો મેળવી લે છે અથવા તો જે તે પ્રોપર્ટીની હરાજી કરી જે બાકી રહેલી રકમ છે તેની પૂર્તતા કરતું હોય છે.

ઈનસ્યુરન્સ લીધેલ હોઈ તે કિસ્સામાં
આ કિસ્સામાં લોન લેનાર વ્યક્તિ ની લોન સિક્યોર્ડ લોન હોઈ છે, આ કિસ્સામાં જો લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ નિપજે તો બેંક અથવા તો એનબીએફસી લોન પ્રોટેક્ટર ઇન્સ્યોરન્સ આપતું હોય છે. તે મૃત્યુ બાદ તેમના વારસદારોને નહીં ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બાકી રહેલી લોનની રકમ ભરપાઈ કરવામાં આવતી હોય છે.

નો ઇન્સ્યોરન્સ
જો કોઈ ઇન્શ્યોરન્સ લીધેલો ન હોય અને લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો જે તે તેના વારસદારો એ બાકી રહેલી રકમ માટે નાણાંની વ્યવસ્થા પણ ઉભી કરવી પડે છે અને લોનની ભરપાઈ પણ કરવાની હોય છે. ત્યારે સૌથી મહત્વની વાત તો એ છે કે જે તે વ્યક્તિ કે જેને લોન લીધેલી હોય અને તેનું મૃત્યુ નિપજે તો તેના વારસદારો એ બેંક સાથે બેઠક કરી નેગોસીએટ કરવું જોઈએ જેથી વહેલી તકે બાકી રહેલા લોનની ભરપાઈ સરળતા પુર્વક થઈ શકે અથવા તો જે કોઈ વારસદારો પાસે વારસાઈ મિલકત હોય તો તે મુજબ તેઓએ બાકી રહેલી લોનની રકમ ની ભરપાઈ કરવી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.