Abtak Media Google News

ઘણી વખત લોકો કોઈ કામ કરવા માટે પુરા ધ્યાન સાથે બેસી જાય છે તેને પૂરું કરવા માટે પણ 5 થી 10 મિનિટમાં તેઓ અન્ય કોઈ કામ કરવા લાગે છે. જેના કારણે શરૂ થયેલી કામગીરી અધવચ્ચે જ અટકી પડી છે.

આવી સ્થિતિમાં, ફક્ત તમારા કામમાં વિલંબ જ નથી થતો પરંતુ તમારી પ્રોડક્ટીવીટી પણ પ્રભાવિત થાય છે. તેનું કારણ છે ધ્યાનનો અભાવ.

Why Do 50% Of Us Struggle To Focus &Amp; Concentrate? – Dr.vegan

વિક્ષેપ એટલે ખલેલ શુદ્ધ ભાષામાં કહીએ તો ધ્યાનનું ભટકી જવું. આનો સીધો અર્થ એ છે કે તમે તમારા કામ પ્રત્યે સભાન નથી. જવાબદાર વ્યક્તિ માટે, આવું કરવાથી તેની નોકરી અથવા અન્ય મહત્વપૂર્ણ કામમાં નુકસાન થઈ શકે છે. પરંતુ ફોકસના અભાવને દૂર કરવા માટે તમે કેટલીક સરળ ટિપ્સ ફોલો કરી શકો છો. ચાલો નિષ્ણાતો પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ.

તમારું કામ શેર કરો

How To Create And Promote Teamwork In The Workplace | Monitask

કોઈપણ કામ કરવા માટે ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે. જ્યારે પણ તમે કોઈ પણ કામ શરૂ કરો તો તેને નાની-નાની શિફ્ટમાં વહેંચો. શિફ્ટ કર્યા પછી, થોડો વિરામ લો અને ફરીથી કામ શરૂ કરો. આમ કરવાથી તમને કામનો બોજ નહીં લાગે અને ન તો તમે ઝડપથી થાકી જશો. જ્યારે તમે થાકી ગયા હોવ ત્યારે ધ્યાનનો અભાવ પણ થાય છે. લાંબા સમય સુધી કામ કરવાથી પ્રેરણાનો અભાવ થાય છે અને કામ કરવાનું મન થતું નથી.

ટૂ ડુ લિસ્ટ બનાવો

How To Make A To-Do List

નિષ્ણાતો કહે છે કે કામ મુલતવી એટલેકે ઠેલવી  રાખવાની આદત ન બનવા દો. જ્યારે તમે વારંવાર કામ મુલતવી રાખો છો, ત્યારે તે આપણું ધ્યાન પણ ઓછું કરે છે. સૂતા પહેલા, બીજા દિવસના સૌથી મહત્વપૂર્ણ કામની યાદી બનાવો. વધુમાં, તે મુજબ એલાર્મ સેટ કરો. તમે જે પણ કામ કરી રહ્યા છો, તેને પૂર્ણ કરવા માટે સમયમર્યાદા નક્કી કરો. ટૂ ડુ લિસ્ટ બનાવીને તમે તમારા કામ પ્રત્યે સજાગ રહેશો અને સમયસર પૂરા પણ કરશો. તેનાથી તમારું ફોકસ પણ જળવાઈ રહેશે.

સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ

Limiting Social Media Use Boosts Mental Health - Neuroscience News

આજકાલ સોશિયલ મીડિયાના કારણે લોકોમાં ફોકસનો અભાવ જોવા મળે છે. એકવાર લોકો સોશિયલ મીડિયા એપ્લિકેશન ખોલે છે, તેઓ તેને જોવામાં કલાકો વિતાવે છે. સોશિયલ મીડિયા પર દિવસમાં 2 કલાકથી વધુ સમય પસાર ન કરવાનો પ્રયાસ કરો. આ સિવાય ફોન કે લેપટોપમાંથી જે એપ્સ જરૂરી નથી તેને દૂર કરો. તેનાથી તમારું મન પરેશાન નહીં થાય.

NOTIFICATION બંધ કરો

How Do I Turn Off Notifications On Iphone? Here'S The Fix!

જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ વિશે વાત કરો છો, ત્યારે તમારા ફોનને સાઈલેંટ કરો. આ સાથે એપ્સ પર આવતા નોટિફિકેશનને પણ રોકો. કામ કરતી વખતે ફોન તરફ ન જોવા માટે મનને તૈયાર કરો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.