Abtak Media Google News
  • અગાઉ રાજકોટમાં ચાલુ સાંસદ સભ્ય પર હુમલો થયાની ઘટના નોંધાઈ ચુક્યાના પગલે મહત્વની એજન્સીનું એલર્ટ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પરસોતમભાઈ રૂપાલા પર હુમલો થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે તાત્કાલિક અસરથી તેમની સુરક્ષા વધારવા માટે પોલીસની મહત્વની એજન્સીએ રિપોર્ટ આપ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, રાજકોટમાં અગાઉ ચાલુ સાંસદ અને અભિનેતા પરેશ રાવલ પર હુમલો થયાનીઘટના નોંધાઈ ચુકી છે ત્યારે મહત્વની એજન્સીએ તકેદારીના ભાગરૂપે સુરક્ષા વધારવા ભલામણ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર પરસોતમ રૂપાલા દ્વારા તાજેતરમાં જ ક્ષત્રિય સમાજ વિશે એક ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ ક્ષત્રિય સમાજે પરસોતમભાઈ રૂપાલાના વિરોધમા મોરચો માંડી ટિકિટ રદ્દ કરવાની માંગણી કરી છે. જો કે, પરસોતમભાઈ રૂપાલાએ મામલામાં તાત્કાલિક માંગણી પણ માંગી હતી પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા ટિકિટ રદ્દ કરવાની માંગણી કરવામાં આવી છે. હાલ આ મામલે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે ભૂતકાળમાં બનેલી ઘટનાને અનુસંધાને પોલીસની એક મહત્વની ગણા તી એજન્સીએ રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલ્યો છે. એજન્સીના રિપોર્ટ અનુસાર અગાઉ રાજકોટમાં ચાલુ સાંસદ સભ્ય અને અભિનેતા પરેશ રાવલ પર શહેરની એક હોટેલમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રકારનો બનાવ ફરીવાર ન બને તેના માટે એજન્સીએ પરસોતમ રૂપાલાની સુરક્ષા વધારવા ભલામણ કરી છે.

તકેદારીના ભાગરૂપે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોય તેવું સૂત્રોએ જણાવ્યું છે. જેમાં ભૂતકાળના બનાવને ધ્યાનમાં રાખીને પરસોત્તમભાઈ રૂપાલાની સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવા ભલામણ કરી છે. જો કે, હજુ સુધી સુરક્ષા વધારવા બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ ટૂંક સમયમાં રૂપાલાની સુરક્ષા વધારવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

સી આર પાટીલે ક્ષત્રિય સમાજના સૌરાષ્ટ્રના આગેવાનોને પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવવા પહેલ કરી

ભાજપ પ્રાદેશ પ્રમુખ સી આર પાટીલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ પ્રશ્નનું સુખદ સમાધાન આગામી 24 કલાકમાં આવી જશે. જેના માટે સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનોને તેમણે પહેલ કર્યાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સંભવિત રીતે મોટા ગજાના આગેવાનની આગેવાનીમાં આજે રાત્રે ક્ષત્રિય સમાજની એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

પરસોતમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા કરણી સેનાએ વડાપ્રધાનને લખ્યો પત્ર

શ્રી રાજપુત કરણીસેનાના મહામંત્રી કનકસિંહ જાડેજાએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પરસોતમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા માંગણી કરી છે. તેમણે વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે અશોભનીય શબ્દો ઉચ્ચારવામાં આવેલ છે જેના લીધે ક્ષત્રિય સમાજમાં તીવ્ર રોષ, કલ્પી ન શકાય તેવો ગુસ્સો પ્રવત્ર્યો છે. ક્ષત્રિય સમાજે લાખો બલિદાન આપી શહીદી વ્હોરી દેશની ધરોહરને વખતોવખત ચિરંજીવ રાખેલ છે. ત્યારે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારની ટિકિટ રદ્દ કરવામાં આવે અને દેશની એકપણ ચૂંટણીમાં ટિકિટ નહિ આપવા માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.