Abtak Media Google News

જો ચાલતા સમયે પગ વિચિત્ર પ્રકારે દુખે અને આરામ કરો ત્યારે મટી જાય એવું વારંવાર બનતું હોય કે પછી ૩ી ૪ કિલોમીટર ચાલી નાખતી વ્યક્તિ માંડ એક કિલોમીટર જેટલું ચાલી શકે તો એ વ્યક્તિને પેરિફેરલ આર્ટરી ડિસીઝ હોઈ શકે છે. આ રોગ શરીરના કોઈ પણ અવયવમાં ઉદ્ભવી શકે છે, પરંતુ પગ સિવાયના અવયવોમાં કોઈ લક્ષણો દ્વારા જાણી શકાતું ની કે વ્યક્તિને કોઈ ખાસ રોગ છે

૧. શું તમે પહેલાં ૩-૪ કિલોમીટર ચાલી શકતા હતા અને હવે થોડા સમયી ધીમે-ધીમે કેપેસિટી ઘટતાં માંડ ૧ કિલોમીટર ચાલી શકો છો?

૨. શું તમે ચાલો ત્યારે પગમાં અચાનક દુખાવો ઊપડે છે જે આરામ કરો ત્યારે જતો રહે છે અને ફરી પાછું ચાલવા લાગો એટલે ફરીી દુખાવો શરૂ ઈ જાય છે?

૩. તમે જ્યારે લખતા હો કે કામ કરો ત્યારે હા એકદમ ભારે ઈ ગયા હોય કે હા બરાબર કામ ન કરતા હોય એવો આભાસ થાય છે?

જો તમારી ઉંમર પચાસી ઉપર હોય અને તમે સ્મોકિંગ કરતા હો કે તમને ડાયાબિટીઝ, હાર્ટ-પ્રોબ્લેમ, ઓબેસિટી, કોલેસ્ટરોલ પ્રોબ્લેમમાંથી કોઈ પણ પ્રોબ્લેમ હોય અને જો ઉપરનાં લક્ષણોમાંથી એક પણ લક્ષણ તમને લાગુ પડતું હોય તો તરત જ તમારે ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે; કારણ કે એની શક્યતા ખૂબ વધારે છે કે તમને પેરિફેરલ આર્ટરી ડિસીઝ હોય.

કોઈ પણ અવયવમાં અસર

જ્યારે પણ લોહીનું વહન કરતી નળીઓ, જેને આપણે રક્તવાહિની કહીએ છીએ એમાં કોઈ પણ કારણોસર બ્લોકેજ આવે, એ સંકોચાઈ જાય ત્યારે શરીરમાં લોહીનો સતત વહેતો પ્રવાહ ખોરવાય છે અને જે અંગની લોહીની નળીઓ બ્લોક ઈ હોય એ અંગને લોહી પૂરું પહોંચાડી શકાતું ની. એી એની ક્રિયાઓમાં કે કાર્યક્ષમતામાં અડચણ આવે છે. આ રોગ વિશે સમજાવતાં ધ વેસ્ક્યુલર ક્લિનિક, ગ્રાન્ટ રોડના વેસ્ક્યુલર ડોકટર કહે છે, પ્રોબ્લેમ એ છે કે જ્યારે પણ લોહીની નળીઓમાં બ્લોકેજની વાત આવે ત્યારે આપણે એને હાર્ટ-પ્રોબ્લેમ્સ સો સરખાવીએ છીએ, પરંતુ સમજવા જેવી વાત એ છે કે લોહીની નળીઓ આખા શરીરમાં ફેલાયેલી છે અને લોહીમાં રહેલાં કોલેસ્ટરોલ કે ટ્રાઇગ્લિસરાઇડ જેવાં તત્વો જે નળીમાં બ્લોકેજ બનાવવા માટે જવાબદાર છે એ શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પણ નળીમાં બ્લોકેજ બનાવી શકે છે. એવું બિલકુલ જરૂરી ની કે આ બ્લોકેજ ફક્ત હાર્ટની રક્તવાહિનીઓમાં જ બને અને હાર્ટને જ અસર કરે. આ પ્રકારના બ્લોકેજ મગજમાં, પેટમાં, હામાં કે પગમાં પણ શક્ય છે અને એને લીધે એ અવયવો પણ અસરગ્રસ્ત ઈ શકે છે જેને પેરિફેરલ આર્ટરી ડિસીઝ કહે છે જેમાં આર્ટરી એટલે કે રક્તવાહિનીઓ કોઈ પણ કારણોસર સંકોચાઈ જાય અને લોહીના વહેતા પ્રવાહને અવરોધે અવા તો ધીમો પાડી નાખે છે, જેને લીધે જે અવયવની રક્તવાહિની સંકોચાઈ હોય એ અવયવ ડેમેજ ઈ શકે છે. હાર્ટમાં પણ આ જ પરિસ્િિતને કારણે વ્યક્તિને સ્ટ્રોક આવે છે.

શું થાય?

આમ તો લોહીની નળીઓ સંકોચાવાની પ્રક્રિયા શરીરના કોઈ પણ ભાગમાં બની શકે છે અને એની અસર રીતે સામે પણ આવે છે જે વિશે વાત કરતાં ડોકટર કહે છે, જો મગજની અમુક નસો સંકોચાઈ ગઈ હોય તો મગજને લોહી બરાબર માત્રામાં પહોંચતું ની અને એને કારણે મગજને આંતરિક ડેમેજ થાય છે, જ્યારે અતિ ઈ જાય ત્યારે વ્યક્તિને બ્રેઇન-સ્ટ્રોક આવે છે.

આ જ પરિસ્થિતિ હામાં થાય ત્યારે વ્યક્તિના હા કામ કરવાનું બંધ કરી દે અવા એની કાર્યક્ષમતા ઘટી જાય છે.

જો આ હાલત પગમાં ાય તો ચાલવાનું મુશ્કેલ બની જાય. વ્યક્તિની હલનચલનની શક્તિ પર સીધી અસર પડે. શરૂઆતમાં હલનચલન ઓછું ઈ જાય પછી ધીમે-ધીમે અશક્ય જ લાગવા માંડે. છતે હો-પગે અક્ષમ જેવી જિંદગી બની જાય એટલું જ નહીં, ગેન્ગ્રીન જેવો રોગ પણ પગમાં ઈ શકે જેને કારણે પગ કાપવો પડે એવું પણ બને.

આ રોગ જેને ાય અને એની તકલીફ પગમાં હોય તો સૂતી વખતે પગના પંજામાં સખત બળતરા ાય અને એને કારણે ઊંઘી ન શકે એવું બને. આમ આ રોગને કારણે વ્યક્તિને ઊંઘને લગતા રોગો પણ ઈ શકે છે.

એક કરતાં વધારે

જે લોકોને હાર્ટની તકલીફ હોય એટલે કે હાર્ટમાં બ્લોકેજ હોય કે એક વાર સ્ટ્રોક આવી ગયો હોય તેમને પેરિફેરલ આર્ટરી ડિસીઝ હોવાની શક્યતા ઘણી વધારે છે, કેમ કે તેના શરીરની હાલત એવી છે જેમાં લોહીની નળીઓ સાંકડી વાનું પ્રમાણ ખૂબ વધી જાય છે. વળી જે લોકોને કોલેસ્ટરોલ હોય તો એ શરીરમાં એક નહીં, ઘણા ભાગોમાં જઈને બ્લોકેજ કરી શકે છે. આમ ઘણી વાર એવું પણ બને છે કે વ્યક્તિને પેરિફેરલ આર્ટરી ડિસીઝની તકલીફ હાર્ટમાં, પગમાં અને લિવરમાં સો હોય. ઘણા લોકોમાં જે જોવા મળે છે એ મુજબ જે લોકોને હાર્ટમાં તકલીફ હોય તેમને બ્રેઇનમાં પણ બ્લોકેજ હોય છે, કારણ કે બ્લોકેજ હોવા પાછળનું વિજ્ઞાન સરખું છે અને એ શરીરના કોઈ પણ અવયવમાં ઉદ્ભવી શકે છે ત્યારે એવું પણ ચોક્કસ બને કે એકસો બે કે ત્રણ અવયવમાં એ ઉદ્ભવે.

ખબર કેમ પડે?

આ રોગ વિશે દુ:ખદ વાત એ જ છે કે કોઈ ખાસ જાણતું ની. ધારો કે કોઈને પગમાં તકલીફ ઈ હોય અને શરૂઆતમાં ચાલતાં-ચાલતાં દુખે તો લોકો ચાલવાનું ઓછું કરી નાખે. વળી ઘણા લોકોને આ દુખાવો તો હોય તો તેમને લાગે કે ઉંમર ઈ છે એટલે કંઈક ને કંઈક તો દુખતું રહેશે જ. એટલે એવું માનીને એ લોકો અવગણે. ઘણા લોકો એવાં બહાનાં પણ આપે છે કે પહેલાં શરીરમાં તાકાત હતી, હવે એ રહી ની એટલે આ બધું થાય છે. પણ હકીકતમાં કોઈને ખબર પણ ની હોતી કે ખરેખર આવો કોઈ રોગ તેમને હોઈ શકે છે અને તેમને ઇલાજની જરૂર રહે છે. આ બાબતે સ્પક્ટતા કરતાં ડોકટર કહે છે, આ રોગમાં પગ સિવાયના બીજા અવયવોમાં જો પ્રોબ્લેમ હોય તો વ્યક્તિને કોઈ મોટી તકલીફ થાય એ પહેલાં કોઈ લક્ષણો દ્વારા ખબર પડતી ની.

પગની તકલીફમાં પણ એવું છે કે જે લોકો સારું એવું વોકિંગ કરતા હોય તેમને જ ખબર પડે કે પહેલાં કરતાં હવે મારાી વધારે ચલાતું ની અવા ચાલવાી મને પગમાં દુખાવો થાય છે. જે લોકો લિફ્ટી કાર અને કારી લિફ્ટ જેટલું જ વોકિંગ કરતા હોય તેમને આ રોગ પગમાં હોય તો પણ ખ્યાલ આવતો ની, કારણ કે પગ પાસેી કામ જ ઓછું લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.