Abtak Media Google News

ફેસબુક અને ટ્વીટરના એકાઉન્ટ પ્રાઈવેટ કંપની સંભાળે: સરકાર

મોદી સરકાર દેશને પ્રગતિશીલ બનાવવા માટે દરેક ક્ષેત્રમાં ફેરફારો અને પ્રયાસો કરી રહી છે ત્યારે હવે લોકો સાથે જોડાઈ રહેવા માટે સરકાર સોશિયલ નેટવર્કીંગ સાઈટસનો સહારો લેશે. માટે સરકાર ટવીટર અને ફેસબુક દ્વારા વધુ લોકો સાથે કનેકટ રહી પ્રોફેશનલ એજન્સી નિયુકત કરશે. જેના માટે તેઓ ૨ કરોડ જેટલી રકમ ફાળવશે. તેઓ લોકો સાથે કનેકટ થવાનું એક પણ સોર્સ છોડવા નથી માગતા માટે આરટીઆઈ રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ટવીટર અને ફેસબુક જેવી સોશિયલ સાઈટસના સરકારી એકાઉન્ટને પ્રાઈવેટ એજન્સી દ્વારા સંચાલિત કરવામાં આવે. કારણકે ટવીટર અને ફેસબુક એવું નેટવર્કીંગ છે. જેમાં તમામ મોટા મિનિસ્ટરોથી લઈને નાના રીટેઈલરોથી સામાન્ય માણસ અને બિઝનેસમેનોના એકાઉન્ટ હોય જ છે અને તેથી તેમની સાથે જોડાઈ રહેવામાં સરળતા રહેશે.

૨૦૧૬થી સરકાર પ્રોફેશ્નલ, પ્રાઈવેટ એજન્સીઓને સોશિયલ મીડિયાનાં એકાઉન્ટ સંભાળવા માટે વિચાર કરી રહી હતી. ઘણા લોકો, મિનિસ્ટરો તેમના ખાનગી એકાઉન્ટને સંભાળવા માટે અથવા અલગ અલગ સંસ્થાઓ લોકો સાથે કનેકટ રહેવા માટે સોશિયલ મીડિયાને અગ્રતા આપે છે. માટે સરકારી ટવીટર અને ફેસબુક એકાઉન્ટ બનાવાશે. એક રિસર્ચ પ્રમાણે ખાદ્ય પદાર્થ બનાવતી કંપનીઓ, ટુરીઝમ ડેવલપમેન્ટ જેવી ઘણી કંપનીઓ ડિઝિટલ મીડિયાને લાખો ‚પિયાની રકમો આપે છે. તો વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ કંપનીઓ સોશિયલ મીડિયા માટે પાંચ એજન્સીઓ પોતાના એકાઉન્ટ માટે રાખે છે માટે જ નેશન સાથે જોડાઈ રહેવા માટે હવે સરકાર ૨ કરોડ ‚પિયાની રકમ સોશિયલ મીડિયાને ફાળવશે અને હવે ખરેખરમાં ડિજીટલ ક્રાંતિ લાવી લોકો સાથે કાયમી જોડાઈ રહેવા માગે છે. વધતા જતા ભ્રષ્ટાચારને લઈ સરકાર ચિંતિત છે માટે દરેક વ્યકિત સાથે ઈન્ટરનેટના માધ્યમથી કનેકટ રહી તેમના ટ્રાન્ઝેકશન કલીયર અને પારદર્શી બનાવવા માગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.