તમારા લોહીમાંના લાલ કણો ૧૨૦ દિવસોનું આયુષ્ય ધરાવે છે. તેના નાશ થયા બાદ નવા કણો ઉમેરાય છે. બાલ કણ લોહી સાથે ૨૦ સેક્ધડમાં આખા શરીરમાં ફરી વળે છે.

– માણસના મગજમાં હાથનાં અંગુઠાનાં સંચાલન માટે અલગ તંત્ર હોય છે. માણસ અંગુઠાનો ઉપયોગ કર્તા શિખ્યા બાદ વધુ વિકસીત થયો.

– દરેક માણસના શરીરની ગંધ અલગ અલગ પ્રકારની હોય છે અને તે વારસાગત હોય છે.

– માણસની ચામડીનાં એક ચોરસ ઇંચ વિસ્તારમાં લગભગ ૧૩૦૦ જ્ઞાન કોશો અને ૧૦૦ પરસેવાની ગ્રંથિ હોય છે.

– માણસને ખાંસી આવે ત્યારે મિનિટનાં એક કિલોમીટરની ઝડપે હવા ફેંકાય છે. અને એટલે જ ખાંસી આવે ત્યારે મો પર રુમાલ રાખવો જોઇએ.

– હસતી વખતે ચહેરાના ૧૭ સ્નાયુઓનો ઉપયોગ થાય છે. પણ ગુસ્સે થવામાં ૪૩ સ્નાયુને કામ કરવું પડે છે.

-માણસનું બીવર સૌથી મોટી રસાયણ ફેક્ટરી છે. તેમા ૫૦૦ જેટલી રસાયણિક પ્રક્રિયાઓ થઇ ઘણાં ઉપયોગી રસાયણ બને છે.

-માણસનું નાનું આંતરડું મોટા આંતરડા કરતા ૨૨ ફુટ લાંબુ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.