Abtak Media Google News

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને કાપડ મંત્રાલયના સહયોગથી રાષ્ટ્રકક્ષાએ નેશનલ ટોય ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢની ક્ધયા શાળા નંબર 4ની શિક્ષીકા દ્વારા તૈયાર કરવામાં આવેલ રમકડાનું મ્યુઝિયમ જાતે કરી જુઓ કૃત્તિએ રાજ્યકક્ષાએ પણ બેસ્ટ પર્ફોર્મન્સ કર્યું છે. બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તેવા શૈક્ષણિક રમકડાં સ્કૂલ ખાતે બનાવવાનો ઉદ્દેશ હતો. દરમિયાન જૂનાગઢની ક્ધયા શાળા નંબર 4ની શિક્ષીકા મીન્ટુબેન રતીભાઇ હિંસુએ બનાવેલ રમકડાંની કૃત્તિએ તાલુકામાં અને  જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.બાદમાં રાજ્યકક્ષાના ઓનલાઇન રમકડાં મેળામાં પણ તેમની રમકડાં દ્વારા મ્યુઝિયમ જાતે કરી જુઓની કૃતિએ સુંદર રીતે પ્રસ્તુતિ કરી હતી. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય તરૂણભાઇ કાટબામણા, એસએમસી પરિવાર, સીઆરસી, બીઆરસી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને શાળાના સ્ટાફે મિન્ટુબેન હિંસુને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.