Abtak Media Google News

અડધા દિવસની રજા રાખી બિલ્ડીંગના છત પરથી દોરડા વડે ઉતરીને 388 ગ્રામ સોનાનું ચોરીને અંજામ આપ્યું

પેલેસ રોડ પર આવેલા રાજશ્રુંગી એપાર્ટમેન્ટમાં એસ.એન. ઓર્નામેન્ટમાં આંઠ દિવસ પહેલા ચોરીનો એક બનાવ બન્યો હતો જે મામલે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે તપાસ કરી તે જ દુકાનમાં કામ કરતા બંગાળી કારીગરે જ રૂપિયા 13 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાનું તપાસમાં જાણવા મળતા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે બંગાળી કારીગરની ધરપકડ કરી તેની પાસેથી સંપૂર્ણ ચોરીનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગેની મળતી માહિતી મુજબ ગત.તા.11 ના પેલેસ રોડ પર આવેલા રાજશ્રુંગી એપાર્ટમેન્ટમાં એસ.એન. ઓર્નામેન્ટમાં રૂ.13 લાખના સોનાની ચોરી થયાની ફરિયાદ એડવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જે મામલે ક્રાઈમ બ્રાન્ચ ઝોન 2 ની ટીમે તપાસ હાથધરી હતી.અને આ ચોરીને અંજામ આપનાર બંગાળી કારીગર નસીરુદ્દીન સાઈદુલ શેખ (રહે.હાથીખાના) નામના શખ્સની ધરપકડ કરી તેની પાસે ચોરી થયેલ રૂ.13.71 લાખના 388 ગ્રામના સોનાના દાગીના કબજે હાથ કર્યા હતા.

Advertisement

જ્યારે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ આર.એસ.ઝાલા અને તેની ટીમ દ્વારા આરોપીની પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે,આરોપી છેલ્લા બે મહિનાથી સોનીની દુકાનમાં સોની કામ માટે રહેલો હતો અને ત્યાં રેકી કરી ઓફીસ (દુકાન) ની પાછળના ભાગેની બારીની ગ્રીલ તુટી ગયેલ હોય જેનો લાભ લઇ પોતે દુકાનમાં ચોરી કરવાનો પ્લાન બનાવેલ અને દુકાનમાં કોઇ સારી એવી પેઢી નો દાગીના બનાવા સોનું આવેલ તેની ફિરાકમાં હોય દરમ્યાન થોડા દિવસો પહેલા સોનીકામનું મોટુ કામ આવેલ અને દુકાનમાં સારૂ એવુ સોનું હોવાની ખાતરી કરી ગત.11 ના કોઈ પ્રકારનું બહાનું બનાવી કામ પર ગયો ન હતો. અને આ દરમ્યાન બજારમાંથી દોરડા ની ખરીદી કરી રાત્રીના સમયે દુકાન બંધ થતા પહેલા અગાસી ઉપર ના દરવાજાનો લોક ખોલી અગાસી ઉપર દોરડા તથા અન્ય સામગ્રી સાથે છુપાઈ અને દુકાન બંધ થતા કોમ્પલેક્ષમાં અન્ય કોઇ વ્યક્તિઓ ની અવર જવર ના હોવાની ખાતરી કરી પોતે કામ કરતા દુકાનની પાછળના ભાગે આવેલ બારી માંથી પ્રવેશ કરી શકાય તે રીતે અગાસી પર એ.સી. રાખવાના પીલોર માં દોરડુ બાંધી દોરડાની સહારે બારીમાંથી દુકાનની અંદર પ્રવેશી સી.સી.ટી.વી. કેમેરાના ડીવીઆર કાઢી ચોરીને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે તેની પાસેથી રૂ.13.30 લાખનું સોનું અને રોકડ રૂ.41,500 નો મુદ્દામાલ કબ્જે કરી તેની વધુ પૂછતાછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.