Abtak Media Google News

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  કલ્પના ચાવલાના વખાણ કરતાં કહ્યું કે કલ્પના ચાવલા અમેરિકાની હીરો હતી…


અમેરિકન રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્ર્મ્પે ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાના જબરદસ્ત વખાણ કર્યા. તેમણે કહ્યું કે તે અંતરિક્ષમાં જનારી પહેલી ભારતીય મહિલા હતી. તેમણે લાખો છોકરીઓને અંતરિક્ષ યાત્રી બનવા માટે પ્રેરિત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિએ મંગળવારે મે મહિનાને ‘એશિયાઇ અમેરિકન અને પેસિફિક આઇલેન્ડ લિગેસી મન્થ’ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો…

અમેરિકન રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્ર્મ્પે  કહ્યું “અમેરિકા એવો દેશ છે મહેનતુ, અને જીવનના આદર્શો માટે પ્રતિબદ્ધ લોકોની કદર કરે છે. અમેરિકાને કલ્પના પાસેથી દેશપ્રેમ અને કામ પ્રત્યે સમર્પણના કારણે સામાજિક બદલાવ અને નવા વિચારો મળ્યા. તેમના સાહસ અને ઝનૂને લાખો છોકરીઓને અંતરિક્ષ યાત્રી બનવા માટે પ્રેરિત કરી.” આ ઉપરાંત તેમણે વખાણ કરતાં કહ્યું હતું કે કલ્પના ચાવલા ખુબજ હિમ્મત વાળી સ્ત્રી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.