Abtak Media Google News

હિન્દુ સમાજની કહેવત અનુશાર ઉતરાયણના દિવસે કરેલ દાન ખુબજ મહત્વનુ હોય છે આ માન્યતાને લઇને લોકો ઉતરાયણના દિવસે અબોલ પશુઓને ઘાસચારો નાખે છે

પરંતુ એકજ સાથે અને એકજ દિવસે તમામ લોકો ધાસચારો નાખવાથી મોટાભાગનો ઘાસચારો વેડફાય છે.

ત્યારે ધ્રાગધ્રા પાંજરાપોળમા રહેલ પશુઓને દરરોજ હજારો કિલ્લો ઘાસચારો જરુર પડે છે જેથી માત્ર લોકોના દાન સિવાય અહિ દરરોજ હજારો કિલો ઘાસચારો પુરો પાડવો ખુબજ કઠીન બની જતા ધ્રાગધ્રા પંથકના તમામ ગામોના લોકો દ્વારા પોત પોતાના ગામોમાથી ઘાસચારો એકત્ર કરી ધ્રાગધ્રા પાંજરાપોળને દાન કરવા માટે પ્રતીજ્ઞા કરી હતી જેમા ધ્રાગધ્રા પંથકના ૬૪ ગામના લોકો દ્વારા પોત પોતાના ગામો માંથી યથાશક્તિ પ્રમાણે ઘાસચારો એકઠો કરી પોતાના સ્વેચ્છા વાહનોમાં ઘાસચારો ધ્રાગધ્રા એકત્ર કર્યો હતો ધ્રાગધ્રા પંથકના લોકો દ્વારા આ ઘાસચારો એટલી મોટી સંખ્યામા એકત્ર કરાયો હતો કે ઘાસચારો પાંજરાપોળ ખાતે લઇ જવા માટે ૧૨૫ જેટલા ટ્રેક્ટરની જરુર પડી હતી જોકે આ મહાદાનનુ ઉદારહણ ઇતીહાસમા પ્રથમ વખત સર્જાયુ હોય તેમ લાગી રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.