Abtak Media Google News

નવદિક્ષીત પૂ. રાજવીજી મહાસતીજીની વડી દિક્ષા સંપન્ન

અબતક, રાજકોટ

સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળાના ઉપક્રમે ડુંગરદરબાર હેમુગઢવી હોલમાં ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગૂરૂદેવના વરદ હસ્તે કુ.રોશનીબેન નલીનભાઈ આશરાના દીક્ષા મહોત્સવની શાનદાર ઉજવણીથી ધર્મોલ્લાસ ઉજવાયો હતો. દીક્ષા મંત્ર અર્પણ કરતા ગોંડલ સંપ્રદાયમાં નવદીક્ષીત શ્રીરાજવીજી મહાસતીજી તરીકે ઘોષિત કરાતા જપનાદ વર્તાયો હતો.

નવદિક્ષિત પૂ. રાજવીજી મ.સ.ની વડી દીક્ષા આજે સવારે 9 કલાકે ડુંગરદરબાર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ સાધુ વાસવાણી રોડ પર યોજાયો.

દીક્ષાપ્રદાતા પૂ.ધીરગૂરૂદેવના શ્રીમુખે નવદીક્ષીત પૂ. રાજવીજી મ.સ.ની વડી દીક્ષા પ્રસંગે જ્ઞાનપોથી અર્પણનો લાભ ઈન્દુબેન અને ડો. મનુભાઈ શાહ પરિવારે લઈને જયશ્રીબેન સંજયભાઈ શાહે અર્પણ કર્યું હતુ. સુચિત્રા મહેતાના સ્વાગત ગીતબાદ મુકેશ પટેલે પરિવારવતી સહુને આવકાર્યા હતા. પૂ.ગુણીજી મ.સ., પૂ.સ્મિતાજી મ.સ., આદિ,પૂ. લક્ષિતાજી મ.સ., આદિ તેમજ પૂ. વિમલાજી મ.સ., બિરાજીત હતા.

જીવદયા કળશ અને વડીદીક્ષા ગૌતમ પ્રસાદના લાભાર્થી ધીરજબેન પ્રભુલાલ પટેલ પરિવારનું સન્માન રાજકોટ જૈન મોટા સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા વગેરેએ કર્યું હતુ. પૂ. ગૂરૂદેવે ધર્મસભાને જણાવેલ કે કોઈના અભાવમાં કે પ્રભાવમાં ન જીવો. સ્વયંના સ્વભાવમાં જીવતા શીખો જિતેન, કૌશલ, મીરલ, જય પટેલ વગેરેએ સુંદર વ્યવસ્થા જાળવી હતી. સૂત્ર સંચાલન જયશ્રીબેન શાહે કર્યું હતુ.

ચેનલ અને ડિજિટલ માઘ્યમથી લાખો લોકોએ કાર્યક્રમ નિહાળ્યો

સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પોષધશાળાના ઉપક્રમે ડુંગરદરબાર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં ગોંડલ સંપ્રદાયના ધીરગુરૂરુદેવના શુભ હસ્તે રોશનીબેન આશારાના દીક્ષા ગ્રહણ કરી અને આજે સાઘ્વીજી પૂ. રાજવીજી મહાસતીજીની વડી દીક્ષા મહોત્સવનો ‘અબતક’ મિડિયા દ્વારા સોશ્યિલ મિડીયા લાઇવ તથા ચેનલ માઘ્યમ પર પ લાખથી વધુ લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.