Abtak Media Google News

રાજકોટ જૈન મોટાસંઘમાં દીક્ષા મહોત્સવના મંગલમુહુર્તના વધામણ: કાલે સમુહ સામાયિક

અબતક, રાજકોટ

સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળાના આંગણે પૂ. ધીરગુરુદેવ અને પૂ. વનિતાબાઇ મ.સ. આદિ ઠાણાની નિશ્રામાં દીક્ષા મહોત્સવ પ્રસંગે વિવિધ ઉજવણી અંતર્ગત આજે દીક્ષાના મંગલ મુહૂર્તના વધારણા કરાયા હતા.

જે પાપને ગાળે, દુ:ખને કાપે, સુખને આપે તે મંગલ છે. મુહૂર્ત કયાંથી નીકળે ? આકાશમાંથી પંચાગમાંથી ના.. મુહુર્ત ગુરુના અંત: કરણમાંથી નીકળે અને તમારા હાથે લખાતા જાય, દેહમાં આત્માની અભિવ્યકિત તે જન્મ છે અને દેહમાં આત્માની અનુભૂતિ તે દીક્ષા છે તેમ પૂ. ગુરૂદેવે જણાવેલ દીક્ષાર્થી રોશનીબેનના મુહુર્તની પૃચ્છા અને દીક્ષા પત્રિકા લેખન સંપન્ન થયેલ.

  • જૈન દીક્ષા એટલે…. ધીરજમુનિ
  • જૈન દીક્ષા એટલે ભૂતકાળની ભૂલોનું કરેકશન
  • જૈન દીક્ષા એટલે નિર્દોષ જીવન જીવવાની કંડીકશન
  • જૈન દીક્ષા એટલે સાંસારિક પ્રવૃત્તિનું દૂર થાય છે ટેન્શન
  • જૈન દીક્ષા એટલે પંચ પરમેષ્ઠીમાં મળે છે એડમીશન
  • જૈન દીક્ષા એટલે અજ્ઞાન દૂર કરવાનું લોશન
  • જૈન દીક્ષા એટલે ચેતનાને ચમકાવનાર લેમીનેશન
  • જૈન દીક્ષા એટલે સુખી બનવાનું થઇ જાય સિલેકશન
  • જૈન દીક્ષા એટલે કર્મરૂપી કેન્સરનું સફળ ઓપરેશન
  • જૈન દીક્ષા એટલે ભવરોગ મટાડવાનું ઇંજેકશન
  • જૈન દીક્ષા એટલે આત્મા સૌદર્ય વધારનાર ડેરોરેશન
  • જૈન દીક્ષા એટલે આત્મ ઉત્થાન કરાવનાર એજયુકેશન
  • જૈન દીક્ષા એટલે સમ્યગ જ્ઞાનમાં  છે. પ્રમોશન
  • જૈન દીક્ષા એટલે સમ્વગ દર્શનનું ફાઉન્ડેશન
  • જૈન દીક્ષા એટલે મુકિત પામવાનું જંકશન

તા.7ને મંગળવારે સવારે 9.30 કલાકે સમૂહ સામાયિકના આયોજનમાં ભાઇઓ બહેનોને શ્ર્વેતવસ્ત્ર પરિધાન કરવા તા. 10 ના શુક્રવારે સમુહ 999 આયંબિલ તપના પાસ ઓફીસમાંથી તેમજ દરેક ઉપાશ્રયેથી મેળવી લેવા જરુરી છે. ગઇ કાલે સમુહ દંપતિ  જાપની જીવદયા રજત માળાનો લાભ વ્રજલાલ પ્રાગજી ભીમાણી પરિવારે લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.