Abtak Media Google News

નાની કવેરીથી અરજદારો ‘વહીવટદારો’ને શોધવાનું શરૂ કરી દેતા હોવાની સ્થિતિને ધ્યાને લઇ તંત્રને હકારાત્મ અભિગમ અપનાવવા મહેસુલ વિભાગની મહત્વની સૂચના

રાજ્યભરમાં બિનખેતીની મોટી સંખ્યામાં અરજીઓમાં વિલંબ થઈ રહ્યો છે. જેને ધ્યાને લઈને મહેસુલ વિભાગે તમામ જિલ્લા કલેક્ટરોને બિનખેતીની ઓનલાઇન અરજીઓને નાની તૃટીના વાંકે ન અટકાવવા આદેશ આપ્યો છે. સાથે નાની કવેરીથી અરજદારો ‘વહીવટદારો’ને શોધવાનું શરૂ કરી દેતા હોવાની સ્થિતિને ધ્યાને લઇ તંત્રને હકારાત્મ અભિગમ અપનાવવા મહેસુલ વિભાગે મહત્વની સૂચના આપી છે.

મહેસૂલ વિભાગે તેની સેવાઓ ઈન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લીકેશન્સ એટલે કે આઈઓઆરએ પોર્ટલ પર ઓનલાઈન ઉપ્લબ્ધ કરી છે. જેનો ઉદ્દેશ અરજદારોના કામને સરળ બનાવવાનો છે. ખાસ કરીને આ પ્લેટફોર્મ બિનખેતી માટેની પ્રક્રિયાને ખૂબ સરળ બનાવે છે. પરંતુ તાજેતરમાં, ઘણા અરજદારોએ ફરિયાદ કરી છે કે માત્ર નાની તૃટીઓને કારણે ઘણી વખત તેની અરજી રિજેક્ટ કરવામાં આવે છે. અથવા ઓનલાઈન ફરીથી અરજી કરવા માટે કહેવામાં આવે છે.મહેસૂલ અધિકારીઓ નાની વિસંગતતાઓને ધ્યાનમાં લે છે અને તેમની અરજીઓ રદ કરી નાખે છે.

આ મામલે સ્ટેમ્પના અધિક્ષક અને મહેસૂલ તપાસ કમિશનર જેનુ દેવને તમામ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ઓનલાઈન અરજીઓનું નિરીક્ષણ કરવા અને કેટલી પ્રક્રિયાઓ થાય છે અને તેનો “સકારાત્મક” નિકાલ કરવામાં આવે છે તે જોવા સૂચના આપી હતી.

દેવને લખ્યું, “આઈઓઆર પોર્ટલનો ઉદ્દેશ આવક પ્રક્રિયાઓમાં સરળીકરણ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનું છે. પોર્ટલનો મુખ્ય હેતુ લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. આઈઓઆરએ પર અરજીઓના નિકાલના દર અને ગુણવત્તાનું વિશ્લેષણ કર્યા પછી, અમે આગ્રહ કરી રહ્યા છીએ. અરજીઓના સકારાત્મક નિકાલ પર ધ્યાન આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં બિનખેતીની પેન્ડિંગ ફાઈલોની સંખ્યા મોટી છે. તંત્ર દ્વારા જો અરજી રદ કરવામાં આવે કે પેન્ડિંગ રાખવામાં આવે તો અરજદારો વહીવટકર્તાઓ તરફ વળે છે. આ વચેટિયા મહેસુલ તંત્રની શાખ પણ ખરડાવી રહ્યા છે.

એક તરફ રાજ્ય ઔદ્યોગિક હબ બનવાની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. તેવામાં બિનખેતીના કામોના ઝડપ અને હકારાત્મક વલણ સાથે તેનો નિકાલ કરવો જરૂરી બને છે.

આઈઓઆરએ પોર્ટલની અરજીઓનો હકારાત્મક નિકાલ કરવાની કલેકટરની જવાબદારી

પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, “અરજીઓ નકારી કાઢવામાં ન આવે અથવા બિનજરૂરી મુદ્દાઓનો નિકાલ ન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી કલેક્ટરોની રહેશે. તમામ જિલ્લા કલેક્ટરને આથી આઈઓઆરએ પોર્ટલ પર અરજીઓનો મહત્તમ હકારાત્મક નિકાલ સુનિશ્ચિત કરવા કહેવામાં આવે છે.જેથી નાગરિકોને અસુવિધા ન થાય.

ખૂટતા રેકોર્સ મહેસુલ તંત્ર પાસે ઉપ્લબ્ધ હોય તો અરજદારોને હેરાન ન કરવા સૂચના

દેવને જાન્યુઆરી કહ્યું કે નાગરિકો આઈઓઆરએ પોર્ટલ પર ગુજરાત ટેનન્સી અને એગ્રીકલ્ચર લેન્ડ એક્ટ હેઠળ જરૂરી દસ્તાવેજો ન જોડવા, ખેડૂત પ્રમાણપત્રોની ચકાસણી ન કરવા જેવા મુદ્દાઓ રેકોર્ડની અનુપલબ્ધતા અથવા અન્ય નાની વિસંગતતાઓને કારણે કવેરી ઉભા કરતા હતા પણ આ વિસંગતતાઓ દૂર કરી શકાય છે કારણ કે આ તમામ રેકોર્ડ મહેસૂલ વિભાગ પાસે ઉપલબ્ધ છે, નાગરિકને આ દસ્તાવેજો માટે આઈઓઆરએ પર ફરીથી અરજી કરાવવાનું ટાળવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.