Abtak Media Google News

હદયરોગને લઈને હોહા થઈ રહી છે. આનાથી ડરવાની જરૂર નથી. બસ સાવધાની રાખવાની જરૂર છે. હાલ હાર્ટએટેકના બનાવો વિવિધ માધ્યમોમાં હાઇલાઇટ કરવામાં આવી રહ્યા છે. જેને પગલે ડરનો માહોલ ઉભો થયો છે. ત્યારે પ્રશ્ન એ ઉદભવે છે કે શુ સૌરાષ્ટ્રની આવડી વસ્તીમાં શુ પહેલા કોઈને હાર્ટ એટેક નહોતો આવતો ?

સૌરાષ્ટ્રની આવડી વસ્તીમાં શુ પહેલા કોઈને હાર્ટ એટેક નહોતો આવતો ? :

વર્તમાન સમયમાં અખબારોમાં અને ન્યુઝ ચેનલમાં હાર્ટ એટેકથી મોતના સનસનીખેજ બનાવો છાશવારે પ્રકાશિત થતા જણાઈ છે. તેવામાં લોકોમાં ડર ઉદ્દભવ્યો છે. વાલીઓ પણ યુવાનોને કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં ચિંતાના કારણે રોકટોક કરી રહ્યા છે. ખાસ કરીને ગરબા, સ્પોર્ટ્સ જેવી પ્રવૃતિ કરવામાં લોકોના મનમાં ગભરાહટ ઉદભવી રહી છે.

ત્યારે લોકોએ હદયરોગના બનાવોને લઈને ડરવાની નહિ પણ સાવચેતી રાખવાની તાતી જરૂરિયાત છે. આ કોઈ રોગ નથી જે ઓચિંતો નીકળ્યો છે. પહેલા પણ હદયરોગથી લોકોના મોત થતા જ હતા. સૌરાષ્ટ્રની આટલી મોટી વસ્તી છે તેવામાં હાર્ટએટેકથી આટલા મોત સામાન્ય બાબત છે. અગાઉ પણ આટલા મોત થતા જ હતા. પણ ત્યારે અખબારો કે ચેનલમાં આવી રીતે લાઇમલાઈટમાં આવતા ન હતા.

અતિ શ્રમથી હાર્ટ એટેકથી મોતની સંભાવના વધે છે તેવા બહાના છે. કોઈ શ્રમિકોને તો હાર્ટએટેક આવતા નથી. હા શરીરની ક્ષમતા કરતા ઓચિંતું વધુ શ્રમ કરવામાં આવે તો ચિંતા રહે છે. બીજી તરફ હાલ સુખી લોકોની લાઈફ સ્ટાઇલ બદલાઈ છે. લોકોનું ખાવા પીવાનું બદલાઈ ગયું છે. શરીરના નાના મોટા શ્રમ સાથે જે પ્રવૃત્તિ જોડાયેલી છે તે બંધ થઈ રહી છે. ખાસ તો બાળપણથી જ શેરી ગલીઓની રમત બંધ થઈ ગઈ છે. આ બધા પરિબળો છે જે હદય રોગને અસર કરે છે.

આમ હદયરોગના બનાવો વધી રહ્યા છે તેવી વાત ગંભીરતાથી લઈ ડરવાની જરૂર નથી. હા તકેદારી જરૂર રાખીએ કે જે શ્રમની પ્રવૃત્તિ આપણે રેગ્યુલર કરતા નથી. તેને ઓચીંતી રીતે ક્ષમતા કરતા વધુ ન કરીએ. જેથી શરીરને નુકસાન ન કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.