Abtak Media Google News

ચીનના સ્વચ્છંદ માંસાહર ,અભક્ષીયગણાતા જીવજંતુઓનો ખોરાકી ઉપયોગ માનવજાત માટે દિવસે દિવસે જોખમી બનવાની સ્થિતિ સામે વિશ્વને સજાગ થવાનો સમય પાકી ગયો

21મી સદીના વિશ્વમાં પ્રાચીન પરંપરાની જાળવણી આધુનિક ટેકનોલોજીના આવિષ્કાર ,ઔદ્યોગિક વિકાસ વેપારમાંપ્રભુત્વ અને વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ના જીવનધોરણ થી લઇ સામાજિક વ્યવસ્થાપનમાં ચીનની વારંવાર પ્રશંસા થાય છે… ખરેખર સામાજિક વ્યવસ્થાની સાથે સાથે કાયદોવ્યવસ્થાની પરિસ્થિતિ ની જાળવણી નવાઆવિષ્કારો અને સસ્તામાં સસ્તા દેરે વસ્તુઓના ઉત્પાદન ને વેચાણમાં ચીનનો અત્યારે વિશ્વમાં જોટો જડવો મુશ્કેલ છે,

ચીન પોતાની સભ્યતા, સંસ્કૃતિ અને કુદરતી વિરાસતો ની જાળવણીમાં ખૂબ જ “રૂઢિગત” માનવામાં આવે છે, હજુ ચીનમાં આદિજાતિ ની વસ્તી,  બોલી,જુના ધરમાલયો, દેવસ્થાનો અને ચીનની  દીવાલ જેવી વૈશ્વિક ધરોહરને આબેહૂબ જાળવવામાં ચીન સફળ રહ્યું છે, ચીન જૂની પરંપરા સંસ્કૃતિ ને જાળવી રાખનાર સભ્યતા તરીકે વિશ્વમાં સન્માન પ્રાપ્ત થયું છે પરંતુ કોરોના ની મહામારી બાદ ચીન પર રોગ ફેલાવવાના કેન્દ્રબિંદુનું એક નવું લેબલ લાગી રહ્યું છે.

અત્યારે પણ ચીનની કોરોના પછી બીજી રહસ્યમય બીમારીએ સમગ્ર વિશ્વને ચિંતામાં ગરકાવ કરી દીધું છે, કોરોના જેમ જ વાયરલ ઇન્ફેકટીવ તાવ જેવા આ નવા રોગચાળાને હજુ તો કોઈ નામ જ મળ્યું નથી, ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા આ રોગચાળા માં બાળકોથી લય યુવાનોના ટપો ટપ મૃત્યુ થઈ રહ્યા છે, દુનિયા વસ્તી વધારાથી ચિંતિત છે ત્યારે ચીન વધી રહેલી વસ્તીનો સદ ઉપયોગ કેમ થાય તેના સફળ પ્રયત્ન કરી રહ્યું છે, ઉદ્યોગ ઉત્પાદનમાં વધારા ,પડતર કિંમત માં વ્યાજબીપણું, જાળવવામાં સફળ ચીન કુદરતી સંસાધનોનો વિનય પૂર્વકના ઉપયોગ ની મર્યાદા વારંવાર ઓળંગે છે ,ચીનમાં તમામ પ્રકારના આહાર ખાસ કરીને કોઈ પણ જાતના નિયંત્રણ કે નિયમ વગર માસાહર ના કારણે અકુદરતી રીતે વારંવાર રોગચાળો ફેલાય છે  ,ચીનની સામાજિક વ્યવસ્થામાં માંસાહાર અને જીવ હિંસા માટેના કોઈ “નિયંત્રણ” કે નિયમ નથી .

નવી બીમારી ના જન્મ અને તેના વિનાશક પરિબળો ઊભા કરવામાં ચીનનુ આધિપતિપણું વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે, અ કુદરતી જીવનશૈલી અને આહાર માં પ્રકૃતિ નું વારંવાર ઉલંઘન કરનાર ચીન ની ભૂલ નો ભોગ સમગ્ર માનવ સમાજને બનવું પડે છે “ખાઈ ચીન અને ભોગવે જીન “આ “જીન “એટલે સમગ્ર માનવજાત ના રંગસૂત્ર ો ને ચીનનો પ્રકૃતિ વિરુદ્ધનો આહાર નડી રહ્યો છે

યુનેસ્કો જેવી સંસ્થાઓ પ્રકૃતિ ની જાળવણી માટે જંગલ પર્વત આકાશ અને પાતાળની રખેવાળી માટે સમગ્ર દુનિયાના દેશોને નિયંત્રિત રાખવા માટે નિયમો બનાવે છે તેવી રીતે હવે સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ જેવી સંસ્થાઓ ચીન દ્વારા કરવામાં આવતા અપ્રાકૃતિક ભોગવિલાસ જેવી અ કુદરતી આહાર મસાહારના અતિરેક ને નિયંત્રણમાં લેવા એક થવું પડશે.  અત્યારે વિશ્વ સમાજ સતત વધી રહેલા પ્રવાસન અને અરસપરસના આવક જાવકથી ચેપી બીમારીઓ ના સૌથી મોટા જોખમ વચ્ચે જીવી રહ્યું છે, ત્યારે નવા નવા રોગચાળા માટે જનક બની રહેલા ચીન ના રોગચાળા પ્રતિક્રમણ સામે દુનિયા આખી એ “સજાગ” બનવું પડશે ચીનને એકલું છોડી દેવું નથી પરંતુ ચીનને પણ માનવ સભ્ય સંસ્કૃતિએ વજ્ર ગણેલી કેટલીક ભક્ષણ પદ્ધતિ નો ત્યાગ કરવા નો વિવેક દર્શાવવો જ પડશે નહીં તો નવી નવી બીમારીઓ નો ભોગ બનવા સમગ્ર માનવ જાતને તૈયાર રહેવું જ પડશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.