Abtak Media Google News

Table of Contents

અબતકની મુલાકાતમાં બાગેશ્વરધામ સેવા સમિતિના આગેવાનોએ  ધીરેન્દ્રપ્રસાદ શાસ્ત્રીના આગમન અને કાર્યક્રમની તૈયારીની આપી રૂપરેખા

મહાનુભાવોના હસ્તે મઘ્યસ્થ કાર્યાલયને ખુલ્લુ મુકાશે: 1 – 2 જુને સાંજે 4 થી 10 રેસકોષમાં બાબાનો દિવ્ય દરબાર: તડામાર તૈયારી કરતી 3ર સમિતી

ધર્મ સંસ્કાર અને  સંસ્કૃતિની નગરી ગણાતી રાજકોટમાં  બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા  ધીરેન્દ્ર કૃષ્ણશાસ્ત્રી ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.1 અને 2 જૂને  રેસકોર્ષ મેદાનમાં આયોજીત કાર્યક્રમ અંગે ‘અબતક’ની મુલાકાતે આવેલા બાગેશ્વર ધામ સેવા સમિતિના  આગેવાનો યોગીનભાઈ છનીયારા, ભરતભાઈ દોશી, કાંતીભાઈ ઘેટીયા,  વિજયભાઈ વાંક,  અર્જુનભાઈ સબાડ, કાંતીલાલ ભૂત, હીરેન કલોલીયા, જયદેવસિંહ જાડેજા, કિશોરભાઈ ખંભાયતા, સુજીતભાઈ ઉદાણી, જયભાઈ ખારા, ધીરેનભાઈ હાપલીયાએ  કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતુ

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હરહંમેશ જેમ આસ્થા અને આઘ્યાત્મક મામલે અગ્રેસર રહ્યું છે. સૌરાષ્ટ્રની ધરા સંતો મહંતોની ગણવામાં આવે છે. રંગીલા રાજકોટની પાવન ધરતી ઉપર રેસકોર્ષ મેદાનમાં આગામી 1 અને ર જુનના રોજ વિશ્ર્વ સુપ્રસિઘ્ધ બાગેશ્વરધામ બાલાજી હનુમાનના આસ્થાના કેન્દ્ર અને બાગેશ્ર્વરધામ મધયપ્રદેશના પિઠાધિપતિ પંડિત ધિરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) રાજકોટમાં સનાતક હિન્દુ ધર્મના પ્રચાર અર્થે પધારી રહ્યા છે.

ત્યારે બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટ દ્વારા આયોજીત મઘ્યપ્રદેશ સ્થીત બાગેશ્ર્વર ધામના પીઠાધીશ્ર્વરના પીઠાધીશ્ર્વર પૂ. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીના રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારના આયોજન અન્વયે આજે રાત્રે 8 વાગ્યે કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મઘ્યસ્થ કાર્યાલયનો શુભારંભ થવા જઇ રહ્યો છે. જેનું ઉદઘાટન  કરણસિંહજી બાલાજી હનુમાન મંદિરના કોઠારી પૂ. વિવેક સાગર સ્વામી, ખીરસરા આશ્રમના પૂ. ભકિતપ્રકાશ સ્વામી તથા ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરના કોઠારી પૂ. રાધારમણ સ્વામીના શુભ હસ્તે થશે.

આ શુભ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાઘ્યક્ષ ડો. ભરતભાઇ બોધરા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ડે.મેયર કંચનબેન સિઘ્ધપુરા, શાસક પક્ષ નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાનલેબ વાળા મૌલેશભાઇ  ઉકાણી, પૂ. મેયર અશોકભાઇ ડાંગર, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઇ વસાવડા, માજી મંત્રી જયંતિભાઇ કાલરીયા,  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જનરલ સેક્રેટરી ગાયત્રીબા વાઘેલા સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉ5સ્થિત રહેશે.

બાગેશ્ર્વરધામ સેવા સમિતિ રાજકોટ  દ્વારા પૂ. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રજીના ભવ્ય – દિપ લોક દરબાર અન્વયે મઘ્યસ્થ કાર્યાલયના શુભ પ્રસંગે ઉ5સ્થિત રહેવા યોગીનભાઇ છનીયારા, વિજયભાઇ ટાંક, ભરતભાઇ દોશી, કિશોરભાઇ ખંભાયતા, મૌલેશભાઇ ઉકાણી, શાંતુભાઇ રૂપારેલીયા, સ્મિતભાઇ કનેરીયા, જયદેવસિંહ જાડેજા, ગુણવંતભાઇ ડેલાવાળા, ઘનશ્યામભાઇ હેરભા, કાંતિભાઇ ઘેટીયા, કાંતિભાઇ ભુત, પરેશભાઇ ગજેરા, ડી.વી. મહેતા, સુરજભાઇ ડેર, નંદલાલભાઇ માંડવીયા, રાજુભાઇ પોબારુ, રવિભાઇ ચાંગેલા, જયેશભાઇ ઉપાઘ્યાય, મિલનભાઇ કોઠારી, સુજીતભાઇ ઉદાણી, બાલાભાઇ વાછાણી, હિરેનભાઇ હાપલીયા, બંકીમભાઇ મહેતા, ચંદુભા પરમાર, ધીરુભાઇ ડોડીયા, કૃષ્ણસિંહ જાડેજા, રાજવીરસિંહ વાળા, જયભાઇ ખારા, ડેનીસભાઇ આડેસરા, ચમનભાઇ સિંધવ, મુકેશભાઇ દોશી, સાગરભાઇ સબાડ, નીખીલભાઇ પોપટ, રવિભાઇ વેકરીયા, નીલેશભાઇ ચૌહાણ, હર્ષિલભાઇ કાવર, ડો. જયેશભાઇ ડોબરીયા, શૈલેષભાઇ જાની, હર્ષીતભાઇ જાની, બ્રીજેશભાઇ પટેલ, મિતુલભાઇ ગોસ્વામી, રાજવીરસિંહ જાડેજા, વિમલભાઇ સિદપરાએ ભાવિ-ભકતોને ઉ5સ્થિત રહેવા, અનુરોધ કર્યો છે તથા વધુ માહીતી માટે 79843 43057 પર સંપર્ક કરવો.પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વર્તમાનમાં તેમની આઘ્યાત્મિક આભાથી લોકોના જીવનની સમસ્યાનું સમાધાન કરવા બાબતે અતિ લોકપ્રિય થયા છે. સાથે જ તેઓ સનાતન ધર્મની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્ર વિશે પણ ખુલીને પોતાની વાત ખુબ જ સ્પષ્ટતાપૂર્વક મૂકી રહ્યાં છે.

તેઓ આજની યુવા પેઢીમાં પણ અતિ લોકપ્રિય બન્યાં છે. જયાં પણ તેમના દિવ્ય લોકદરબારો લાગે છે ત્યાં લાખોની સંખ્યામાં ભકતોનું ઘોડાપુર ઉમટે છે. રાજકોટમાં પણ જનતા મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. બાગેશ્ર્વર ધામ સેવા સમીતી રાજકોટ દ્વારા આ આયોજનને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જેમાં વિવિધ 3ર જેટલી કમીટીની રચના કરાઇ છે.

રાજકોટમાં બાબા બાગેશ્વર પ્રથમ વખત આવી રહ્યાં છે. તેમને આવકારવા બાગેશ્વરધામ સેવા સમિતિમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સમીતીના સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે.

ગૌ સેવક અને સનાતન ધર્મ  સમિતિ ખડેપગે રહેશે: વિજયભાઇ વાંક

આપણા ભારત રાષ્ટ્ર નહી પરંતુ વિશ્ર્વભરમાં આપણા સનાતન ધર્મ માટે ડંકો વગાડનાર બાબા ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જયારે ગુજરાતની મુલાકાતે આવતા હોય અને આપણી આ સૌરાષ્ટ્રની પાવન ભુમિ રાજકોટ શહેર, રેષકોર્સ ગ્રાઉન્ડ ખાતે તા.1 અને 2 જુનના રોજ ભવ્યાતિ ભવ્ય દિવ્ય દરબાર કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે રાજકોટ શહે2માં અને ઠેર ઠેર સનાતન ધર્મનો જય જય કાર થઈ રહયો છે. ત્યારે રેષકોર્સ ગ્રાઉન્ડમાં સનાતન ધર્મ પ્રેમીનો ઈતિહાસ થઈ 2હેશે. સભામંડપ પણ ટુંકો પડવાનો છે. ગૌ સેવક અને સનાતન ધર્મ રક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિજયભાઈ વાંકની ટકોર સાથે આ મહા ધર્મ સેવા કાર્યમાં અમારી સનાતન ધર્મ રક્ષક સમિતિની અમારી ટીમ ધર્મ કાજે સતત ખડે પગે રહેશે.

બાબા બાગેશ્વર પાસે યુવા વર્ગ ધેલું બન્યું

મઘ્યપ્રદેશ સ્થીત શ્રી બાગેશ્વરધામના યુવા પીઠાધીશ્ર્વર પૂ. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી લોક ચાહના ખુબ છે. બાબા બાગેશ્વરના દરેક લોકદરબારમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે.

તેઓ આજની યુવા પેઢીમાં પણ અતિ લોકપ્રિય બન્યા છે. યુવા વર્ગ તેમની વાણી છરાથી પ્રભાવિત થાય છે. હમણાં જ પટણામાં તેમના લોકદરબાર માટે એરપોર્ટ પર જ શાસ્ત્રીજીના સમર્થકોની ભારે ભીડ જોવા રન-વે પર ભકતો દોડી ગયેલ. ત્યારે બાબા બાગેશ્વર ભકતોને ચાર્ટડ પ્લેનમાંથી અભિવાદન કરેલ.

ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી સનાતન ધર્મની નિર્ભયપણે વાત કરી, આજના યુવા વર્ગને સનાતન સંસ્કૃતિ સમજાવી લોકપ્રિય થયા છે: યોગીનભાઈ છનિયારા

અબતકની મુલાકાતમાં બાગેશ્ર્વરધામ સેવા સમિતિના આગેવાનોએ  ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આગમન અને કાર્યક્રમની તૈયારીની આપી રૂપરેખા

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી આજે રાષ્ટ્રીય કક્ષાએ લોકપ્રિય બન્યા છે ત્યારે રાજકોટના આંગણે આવતા હોય ત્યારે વિશેષ તૈયારી અને તમારી લાગણી શું છે?

રાજકોટમાં બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા ખૂબ જ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે, શહેરના તમામ પ્રતિષ્ઠિત નાગરિકો ઉદ્યોગપતિઓ માં ખૂબ જ ઉત્સાહ પ્રવૃત્તિ રહ્યો છે.. અને સહકાર મળી રહ્યો છે, બાગેશ્વર ધામના પીઠાશ્ધીર્શ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ભારતભરમાં તેમની સનાતન હિંદુ ધર્મની હિન્દુત્વ વિશેની વાતોને ખૂબ જ સમર્થન મળી રહ્યું છે તેમની કથાઓ સભાઓમાં લાખોની જનમેદની સાંભળવા આવે છે. અને તેમની વાતોનો સ્વીકાર કરે છે .યુવા વર્ગ પણ તેમની સાથે જોડાઈ રહ્યો છે… રાજકોટ નહીં પણ સમગ્ર ગુજરાતમાં તેઓ પહેલી વાર આવી રહ્યા છે, રાજકોટ અમદાવાદ અને સુરતમાં જાહેર સભાઓ નું આયોજન કરાયું છે, રાજકોટમાં પહેલી અને બીજી જૂનના રોજ દિવ્ય દરબારનું રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન કરાયું છે, સાંજે 5 થી રાતના 10 સુધીના આ કાર્યક્રમમાં ધર્મ સભા અને હિન્દુત્વ વિશેની વાતો થશે.

પ્રશ્નો  ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી જન સભામાં ભારે મેદની ઉમટી પડે છ. અને વ્યવસ્થા અંગે મોટા પ્રશ્નો સર્જાય છે. લોકો એરપોર્ટ રન વે સુધી વે સુધી  તેમને આવકારવા દોડી જાય છે. બાબાએ એરપોર્ટ પર લોકોને શાંતિ જાળવવા માટે સંબોધન કરવું પડ્યું હતું ત્યારે રાજકોટમાં કાર્યક્રમ અંગે કેટલા લોકોની મેદની ની અપેક્ષા છે? અને શું વ્યવસ્થા કરી છે?

યોગીનભાઈ છનિયારા ;સાચી વાત છે જ્યાં જ્યાં તેમની ધર્મસભા થાય છે ત્યાં મેદની નો પ્રશ્ન ઉદભવે છે કારણકે ધારણાથી વધુ લોકો જ ઊમટી પડે છે. રાજકોટમાં જ આ જ  ધારણા રાખી આયોજન કરાયું છે કદાચ સૌરાષ્ટ્ર ભરમાંથી જો લોકો આવી પડે તો 75,000 થી વધુ ની મેદની માટે વ્યવસ્થા ગોઠવી છે.. પરંતુ અનુમાન છે કે કદાચ લાખોની સંખ્યામાં લોકો આવે તેના માટે અમે ટીમ તૈયાર કરી છે.. અમને એવું હતું કે કાર્યકરો ઘટશે ..પરંતુ 3000 થી વધુ કાર્યકરોની નોંધ થઈ ગઈ છે. 800 ની ટીમ તૈયાર છે 500 થી વધુ લોકો સિક્યુરિટી માટે ગોઠવાયા છે, આયોજન ખૂબ મોટું છે, પબ્લિક ની મેદની ખૂબ મોટી એકઠી થશે તેની માટે અમે વ્યવસ્થા કરી છે..

પ્રશ્ન.  ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે ખાસ કરીને તેમના દુનિયાભરમાં લાખો ફોલોવર છે, તે સનાતન હિંદુ ધર્મ માટેની વાત આવે ત્યારે તેમની સ્પષ્ટ ભાષા, કોઈ પણ ના ભય વગર રજૂ કરવાની તેમની શૈલીથી આજના યંગસ્ટરો વધુ ખેંચાય ને આવે છે એટલે આટલી પબ્લિક જમા થાય છે? તમને શું લાગે છે ?

યોગીનભાઈ છનિયારા: મારો વ્યક્તિગત અનુભવની વાત કરું તો હિન્દુત્વની વાતો અને એમની જે ધર્મની વાતો અને તેમનો બેઝ ખૂબ જ ક્લિયર છે. દરેકને પોતપોતાના ધર્મ હોય છે, અને પોત પોતાના ધર્મની વાત રજૂ કરવાનો અધિકાર અને સ્વતંત્રતા છે, આજે તે હિન્દુ ધર્મની વાત કરે છે, અને હિન્દુ લોકો તેને સ્વીકારે તો તેમાં કોઈ ખોટું નથી. આજે યુવા વર્ગને યુવા વર્ગની ભાષામાં તે સમજાવે છે તે કહે છે મારી પાસે હનુમાનજીની ગદા છે તે મારું વાઇફાઇ છે, આવી રીતે યુવા વર્ગને તે આકર્ષે છે તે 21મી સદી ની જનરેશન ને આપણી પૌરાણિક સનાતન ધર્મને સમજાવે છે… બધા જ તેમની વાત સ્વીકારે છે, એટલે જન્મમેદની એકત્રિત થાય છે એટલે દરેક સનાતન ધર્મ માનવા વાળા તેમની સાથે જોડાય છે…

પ્રશ્ન:યોગીનભાઈ, મોટાભાગે સાધુ સંતો વિવાદ અને વિરોધાભાસથી ડરતા હોય છે.. કે હું ’વિવાદ”માં આવી ગયો ..ત્યારે  ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી  તો વિરોધાભાસ સામે વધુ ખુલ્લા મને અને ખુલ્લી રીતે સામે આવે છે તેમનું આ વ્યક્તિત્વ ક્યાંક તેમના ચાહકોને અભિતાભ ની યાદ અપાવે છે તમને શું લાગે છે?

યોગીનભાઈ છનિયારા: હા  ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી તો કહે છે કે હું સામાન્ય માણસ છું ભગવાન કે ઈશ્વર નથી પણ હું હનુમાનજીનો ભગત છું …અને હનુમાનજીની કૃપા મારી પર વરસે છે, પોતે એ જ રીતે પબ્લિક સામે રજૂ થાય છે કોઈ ભગવાન કે ઈશ્વર તરીકે પબ્લિક સમક્ષ રજુ નથી થતા .એટલે જ લોકો માટે  ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી સ્વીકાર્ય છે. રહી વાત બીજા બધા ધર્મોની તો અહીં તેઓ હિન્દુ સનાતન ધર્મની જ વાત કરે છે, દરેક ધર્મ પોત પોતાની વાત કરે છે, ધર્મની વાત તો દરેક જગ્યાએ થતી હોય છે .એટલે એ કોઈ વસ્તુ નથી કે અહીં બીજી વાત થાય છે કે કોઈ વિરોધાભાસી નિવેદનો કરે છે ..હિન્દુ ધર્મ વિશે વાત કરવી એ કોઈ એવું નથી કે આપણે વાત ન કરવી.. હિન્દુ ધર્મ વિશે આજે ખુલીને બોલીએ છીએ તે આપણો અધિકાર છે .અને આપણા ધર્મ વિશે આપણને ગૌરવ હોવું જોઈએ .આપણે જાહેરમાં સાચું બોલી શકવા જોઈએ

પ્રશ્ન; શું લોકો “ચમત્કાર” માટે સાધુ સંતો પાસે જાય છે? સાધુ સંતો ક્યારેક કહેતા નથી કે અમે ચમત્કાર કરીએ છીએ આજે અલગ અલગ બાબા અલગ અલગ ચમત્કાર માટે જાણીતા થઈ જાય છે. આજે લોકો ચમત્કાર માટે સાધુ સંતો માટે જાય છે અને લોકો ચમત્કારને જ માને છે? તમારું શું કહેવાનું છે?

યોગીનભાઈ છનિયારા ; દરેક સાધુ સંત પાસે માણસ આસ્થા લઈને જાય છે. અને તેમના આશીર્વાદ મેળવવા જતા હોય છે. ચમત્કાર માટે કોઈ જતું નથી ,હા દરેક સાધુ સંતોને અલગ અલગ લેબલ લગાવી દેવાય છે. તમે જુઓ છો છેલ્લા પાંચ છ દિવસથી કેટલીક વિસંગતતાઓ વિરોધાભાસ અમારા સંદર્ભે પણ ઉભા થયા છે, કેટલાક લેબલ આપી દેવામાં આવ્યા છે પણ આજે મહામેન્તે 5000 લોકો ભેગા થતા નથી અને અહીં કોઈપણ જાતની સગવડ સુવિધા જાહેરાત વગર જબ્બર જન સમુદાય એકઠો થતો હોય ,એમને ચાહવા વાળા લોકો છે ,તેમની વાત સાંભળવા માટે આજે લોકો 10 10 કલાક સુધી બેઠા રહે છે .આખી રાત ત્યાં જ સુઈ રહે છે.. તો એક વાત માનવી જોઈ કે તેમની વાતમાં કંઈક દમ છે, કંઈક વજુદ છે, એમની પાસે કોઈક તો એવી શક્તિ છે કે માણસો જાય છે, બાકી આજે પૈસા લઈને પણ મેદની એકઠી થતી નથી તેમની પાસે ધર્મની વાત છે ધર્મ સિવાય કોઈ વાત કરતા નથી એટલે લોકો તેમની પાસે જાય છે,

પ્રશ્ન: છેલ્લા એક અઠવાડિયામાં ઊભી થયેલી કોન્ટ્રાવસી અને પબ્લિસિટી ના કારણે જે લોકો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ને ઓળખતા નહોતા તે પણ ઓળખતા થયા… અને લોકોને વધારે ક્યુરીસીટી જાગી કે બાબા કોણ છે? અને લોકોમાં જુવાળ ઉભો થયો છે દરેક કોન્ટ્રોવર્સી પાછળ એક વર્ગ હોય છે આના કારણે પબ્લિક ભેગી થશે તેવું તમને લાગે છે?

યોગીનભાઈ છનિયારા: ના ના.. બાગેશ્વર ધામ ના પીઠાધીશ્વર  ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો દરરોજ સાંભળે છે, રાજકોટમાં આવી કોઈ ધર્મપ્રેમી વ્યક્તિ નહી હોય કે જેમણે તેમના મોબાઇલમાં  ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના પ્રવચન કથાઓ હનુમાન કથા રામકથા ભગવત કથા સાંભળી ન હોય સમગ્ર દેશના લોકો મોબાઇલમાં તેમને સાંભળે છે એટલે જાહેરાત થવાથી પબ્લિક થશે કોન્ટ્રાવસી થી લોકો આવશે એવું નથી જે લોકો આવશે તે હિન્દુ ધર્મને અનુસંધાને અહીં ભેગા થશે હિન્દુ ધર્મની વાત માટે ભેગા થશે અને હિન્દુત્વ માટે ભેગા થશે કોન્ટ્રાવર્ષી માટે નહીં,

પ્રશ્ન: રાજકોટમાં યોજાય રહેલા ભવ્ય આયોજન માટેયોગીનભાઈ છનિયારા કેવા પ્રકારનું ટીમ નેટવર્ક ઊભું થયું છે?

યોગીનભાઈ છનિયારા: સમગ્ર કાર્યક્રમ માટે ખૂબ જ સારું આયોજન છે ટીમ વર્ક થઈ ગયું છે અને શહેર અને આસપાસની સ્વેચ્છિક સંસ્થાઓ ધાર્મિક સામાજિક રાજકીય સંસ્થાઓ જ્ઞાતિ સંસ્થાઓ સંગઠ અલગ અલગ બિન રાજકીય સંસ્થાઓ સ્વયંભૂ મદદ માટે જોડાઈ રહી છે ,અમે પણ તમામ સહયોગીઓને આવકારી રહ્યા છીએ અમે અબ તકના માધ્યમથી તમામ જનતા જનાર્દન હિન્દુ ધર્મ પ્રેમી સનાતન ધર્મ ને આહવાન કરીએ છીએ કે કાર્યાલયના ઓપનિંગ અને  ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી નો ધર્મ લાભ લેવા આહવાન કરીએ છીએ રાજકોટના આંગણે એક યાદગાર ઐતિહાસિક અને ભવ્ય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સાથે મળીને સૌ હિંદુત્વની આહલેક જગાવીએ દુનિયાભરમાં બાબા ના સમર્થકો ઓનલાઇન અબ તક ટીવી ચેનલના માધ્યમથી આ કાર્યક્રમ નો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.