Abtak Media Google News

રાજકોટ ક્ષત્રિય સમાજના દરેક ઘરે દીવડા, રોશનીના ઝગમગાટમાં રંગોળીઓ દીપી ઉઠશે

રાજકોટ ન્યુઝ

ક્ષત્રિય કુલ ભૂષણ ભગવાન પ્રભુ શ્રીરામના આ રર જાન્યુઆરીને સોમવારે અવધપુરી (અયોઘ્યા) ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને દેશ-વિદેશમાં વસતા કરોડો હિંદુઓમાં અદમ્ય ઉત્સાહ છે. રાજકોટમાં પણ ક્ષત્રિત સમાજ માટે અનેરો ઉમંગ છે. આ ઐતિહાસિક, અલભ્ય પળને વધારવા માટે રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજપૂત ક્ષત્રિય (ગીરાસદાર) સમાજના આગેવાનો પી.ટી. જાડેજા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા (રાજાભાઇ), દેવેન્દ્રસિંહ ગોહિલ, કૃપાલસિંહ ઝાલા, સિઘ્ધરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, દેયવંતસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા, સતુભા જાડેજા, દિલીપસિંહ ગોહિલ, મનહરસિંહ રાણા, જયદેવસિંહ જાડેજા, પરાક્રમસિંહ ગોહિલ દ્વારા કાર્યક્રમની માહીતી આપવામાં આવી હતી. જેમાં અયોઘ્યા ખાતે શ્રીરામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ રાજકોટના ક્ષત્રિય સમાજ સહિત સમગ્ર હિન્દુ સમાજમાં ત્રણ જ માસમાં બીજી દિવાળી આવી રહી હોય તેવી અનુભુતિ થાય તે સ્વાભાવિક છે.તેઓએ  એમ પણ ઉમેયુૃ હતું કે, સમગ્ર દેશમાં ર0 કરોડથી વધુ ક્ષત્રિયોની વસ્તી છે. અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થાય તેમાં બધા કરતાં વધુ આનંદ ક્ષત્રિયોમાં હોય તે સ્વાભાવિક છે.

ક્ષત્રિય કુળમાં અવતરણ ધરીન રામરાજયની સ્થાપના કરનાર પ્રભુ શ્રીરામના અયોઘ્યા નગરીખાતેના મંદિરનો વર્ષોથી નહિ પણ દાયકાઓથી ચાલતી ગુંચના અંત સાથે ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. તા. રર ને સોમવારના રોજ ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ ત્રણ માસમાં જ દિવાળી તરત ફર્યા જેવો કે એથી પણ વિશેષ હર્ષોલ્લાસ ભર્યો રહેશે.રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા પણ આ શુભદિન, શુભ ઘડિને વધાવવા માટે વિવિધ ધાર્મીકોત્સવ રૂપ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજકોટમાં તમામ ક્ષત્રિય પરિવારો દ્વારા તેમના ઘરોમાં રંગોળીઓ કરાશે, રોશનીની સજાવટ સાથે તા.રરના રોજ દિપ પ્રાગટય સાથે પ્રભુ શ્રીરામના ગુણગાન સાથે આરતી પુજન અર્ચન  કરાશે.

રાજકોટમાં આવેલા પ્રભુ શ્રીરામના પૌરાણિક મંદિર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો, ભાઇઓ, યુવાનો પરંપરાગત પોશાકો સાથે જ મંદિરોમાં પુજન સાથે રામભકત એવા પુજારીઓનું પણ પુજન કરશે. રામદૂતથી હનુમાનજીના મંદિરોએ જઇને રામધુન, હનુમાનજી દાદાની પૂજા કરાશે. તા.રર ને આગામી સોમવારના રોજ અયોઘ્યા પછીના બીજા નંબરના મનાતા એવા રતનપર રામ મંદિર ખાતે સમાજ આગેવાનો સાથે 101 યુવાનો કેસરિયા સાફા સાથે જઇને મહાઆરતી કરશે. ક્ષત્રિય પરિવારોએ આગામી સોમવારે લાપસીના આંધણ મૂકી લાપસી અને મગ પ્રસાદ લેવા તેમજ શ્રીરામ પ્રભુના મૂર્તિ પ્રતિષ્ઠાના આ આલૌકિક ઉત્સવરુપે આસપાસના રહેવાી વિસ્તારોમાં પણ પ્રસાદ વિતરણ તેમ જ મોં મીઠા કરાવાશે.

ક્ષત્રિય કુળમાં અવતાર ધારણ કરનારા મર્યાદા પુરૂષોતમ શ્રી રામચંદ્રજી ભગવાન ક્ષત્રિયોનાં ઇષ્ટદેવ પ્રભુ છે જ પરંતુ સમગ્ર હિંદુ સમાજ અને સનાતન ધર્મના પણ આરાઘ્ય દેવ છે. ક્ષત્રિયો સાથે સમગ્ર હિંદુ સમાજે પણ તા. રર ના સોમવારે પોતાના ઘરો સજાવવા, આ ઐતિહાસિક દિવસને વધાવવા માટે સૌના શ્રીરામ ભકિતભાવ સાથે ધર્મભાવના અને એકતાના દર્શન કરાવવા માટે સર્વેને અપીલ છે.

02 101 યુવાનો કેસરીયા સાફાથી સજજ બની ભગવાન રામને વધાવશે: પી.ટી. જાડેજા

રાજપૂત ક્ષત્રિય (ગિરાસદાર) સમાજ રાજકોટના અગ્રણી પી.ટી. જાડેજાએ રરમીએ અવધ ઉત્સવનો આનંદ વ્યકત કરતા જણાવ્યું હતું કે,  રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા આ શુભ ઘડીને વધાવવા વિવિધ ધાર્મિકોત્સવ રુપ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. જેમાં પુજન અર્ચન રંગોળીરોશની વગેરે ઉપરાંત આગામી તા.રરમીએ રતનપર રામમંદિર ખાતે સમાજના આગેવાનો સાથે 101 યુવાનો કેશરીયા સાફા સાથે મહાઆરતી કરશે. તેમજ ક્ષત્રિય પરિવારો લાપસીના આંધણ મુકી સર્વેને આ અનેરા અવસરે લાપસી અને મગની પ્રસાદ વિતરણ કરવામાં આવશે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, ક્ષત્રિય કુળમાં અવતાર ધારણ કરનાર ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આનંદ સૌથી વધારે ક્ષત્રિયોને હોય તે સ્વાભાવિક છે.

03 રરમી સુધીમાં ધર્માલયો સ્વચ્છ પવિત્ર કરવા કોર્પોરેશનની કવાયત: નરેન્દ્રસિંહ જાડેજા

મહાનગર પાલિકાના ડે.મેયર અને ક્ષત્રિય સમાજના અગ્રણી નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અયોઘ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઇ શહેરના તમામ વોર્ડના રામમંદિરો, હનુમાન મંદિરોના ધાર્મિક સ્થળોએ મનપા દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું છે. જેમાં આગામી રરમી સુધી આ સફાઇ અભિયાનમાં રાજકીય અગ્રણીઓ પણ જોડાઇ અને ધાર્મિક સ્થળોની સફાઇ કરે છે. આજે મેં પણ હનુમાનજી મંદિરની સફાઇ કરી હતી તેમ પણ તેઓએ વધુમાં કહ્યું જણાવ્યું હતું કે, ધાર્મિક સ્થળોની સફાઇ કરવામાં કંઇક અનેરો આનંદ મળે છે. અને તેમાં દરેક સમાજના લોકોના બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.