Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ સત્તા મંડળોમાં સૌથી તીવ્ર રસાકસી ભરી વાળા ઇંગ્લીશ બોર્ડમાં આ વખતે ચેરમેન તરીકે ડો. ઇરોસ વાજા તથા અધન ધેન ચેરમેન તરીકે ડો. મુકેશ ભેસાણિયા બીનહરીફ જાહેર થયા છે. આર્ટસ ફેકલ્ટીનું સૌથી મોટું બોર્ડ હોવાને કારણે છેલ્લી બે ટર્મથી આ બોર્ડની ચુંટણી  તીવ્ર રસાકસી ભરી રહેતી જેમાં યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધીશો, ભવનના અઘ્યક્ષો રાજકીય આગેવાનો તેમજ રાજય સરકારના વરિષ્ઠ મંત્રીઓ સહીત આ પ્રતિષ્ઠા ભર્યા જંગમાં રસ લેતા જે સર્વ વિદિત બાબત છે. અને ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા લોકો આ વાસ્વવિકતા થી સુપેરે પરિચિત છે. વિનયન વિઘાશાખાનું આ એક એવું બોર્ડ છે કે જેમાં ભૂતકાળમાં ત્રણ કોપ્ટ સભ્યોની વરણી કરવામાં પણ ચુંટણી કરવી પડી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું. પરંતુ સદનસીબે આ વખતે ત્રણ કોપ્ટ સભ્યો તરીકે અંગ્રેજી ભવનના પૂર્વ અઘ્યક્ષ પ્રો. કમલ મહેતા, ભાવનગર યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટીના ડીન પ્રો. દીલીપ બારડ તથા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના ડો. ફિરોઝ શેખની સર્વ સંમતિથી વરણી કરવામાં આવી હતી.

Advertisement

આજ રીતે બોર્ડના ચેરમેન અને અધર ધેન ચેરમેન માટે આ વખતે અન્ય કોઇ સભ્યોએ ઉમેદવારી નહી નોંધાવતા ચેરમેન તરીકે માતુશ્રી વીરબાઇમાં મહીલા આર્ટસ કોલેજ રાજકોટ ના અંગ્રેજી વિભાગના અઘ્યક્ષ અને આઇ.એ.સી.એસ. ના એકઝેકયુટીવ કાઉન્સીલ મેમ્બર ડો. ઇરોસ વાજા તેમજ અધર ધેન ચેરમેન તરીકે કાલાવડ ની કપુરીયા આર્ટસ અને ગાર્ડી કોમર્સ કોલેજના અંગ્રેજી વિભાગના વડા અને આઇ.એસ. સી.એસ. ના ખજાનચી ડો. મુકેશ જી. ભેસાણીયાની બીનહરીફ વરણી થઇ છે.

સૌરાષ્ટ્ર યુનિવસીટીની આર્ટસ ફેકલ્ટી ના સૌથી મોટા ઇંગ્લીશ બોર્ડના ચેરેમન પદે ડો. ઇરોસ વાજાને તથા અધર ધેન ચેરમેન તરીકે ડો. મુકેશ જી. ભેસાણિયાની નિયુકત થવા બાદ સૌરાષ્ટ્ર યુનિ. ના કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયા, પૂર્વ કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, અંગ્રેજી ભવન ના વડા પ્રો.કમલ મહેતા, પત્રકારત્વ ભવનના અઘ્યક્ષ પ્રો. નીતાબેન ઉદાણી, આઇ.એ.સી.એસ.ના પ્રેસિડેન્ટ અને યુ.જી.સી. એચ.આર.ડી.સી. ગુજરાત યુનિવર્સિટીના ડીરેકટર પ્રો. જયદીશ જોશી, મહારાજા સયાજીરાવ યુનિવસીટી અંગ્રેજી ભવનના વડા ડો. હિતેશ રાવિયા, કચ્છ યુનિવર્સિટી અંગ્રેજી ભવનના વડો ડો. કાશ્મીરાબેન મહેતા, ભાવનગર યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટી ના ડીન પ્રો. દીલીપ બારડ તથા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના અંગ્રેજી વિભાગના ડો. ફીરોઝ શેખ તથા સર્વે અઘ્યાપક મિત્રો અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.