Abtak Media Google News

મહિલા કર્મચારીઓની ભરતી વધારવા, મહિલા સુરક્ષાના કાયદાઓ મજબૂત કરાશે

આજે એવુ કોઈપણ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં મહીલાઓનો દબદબો ના હોય. રિક્ષા ચાલક હોય કે ડિલિવરી ગર્લ થી માંડીને મોટી કંપનીના હોદ્દેદારો દરેક જગ્યાએ સ્ત્રીઓ કાર્ય કરતી થઈ છે પરંતુ હજુ પણ જાતીય સતામણી અને ઉત્પીડનની સમસ્યા પણ હજુ એમ જ છે.આ સાથે સ્વિગી, ઝોમાટો જેવી ઘરબેઠા ફૂડ ડિલિવરી આપતી કંપનીઓ એ આપડા દેશમાં પગ પેસારો કર્યો છે.

આવી ઈકોમર્સ કંપનીઓમાં વધુ ને વધુ મહિલાઓ ડિલિવરી વર્કફોર્સમાં જોડાય છે, અત્યારે મહિલા કર્મચારીઓ 4% છે કે જે હવે દિવસે ને દિવસે વધી રહ્યાં છે પરંતું જ્યાં પણ સ્ત્રીઓએ જાતીય સતામણીનો સામનો કરવો પડતો હોય છે.ઈકોમર્સ અને લોજિસ્ટિક્સ કંપનીઓ તેમની મહિલા ડિલિવરી કર્મચારીઓના કાફલાને ગ્રાહકો, પુરૂષ સાથીદારો અને વિક્રેતા ભાગીદારો દ્વારા સંભવિત ઉત્પીડન થી બચાવવા માટે તેમની જાતીય સતામણી વિરોધી નીતિઓમાં ફેરફાર કરી રહી છે. જેથી મહિલા કર્મચારીઓ સુરક્ષિત વાતાવરણમાં કાર્ય કરી શકે. સર્ચ ફર્મ્સના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે આવા પગલાંનો હેતુ ડિલિવરીની ભૂમિકામાં મહિલાઓની ભરતી વધારવાનો પણ છે. જ્યારે સતામણીનો સામનો કરવા માટે કંપનીઓ પાસે પહેલેથી જ નીતિઓ હોઈ શકે છે, તે ડિલિવરી કામદારોને આવરી લેવા માટે અપૂરતી હોઈ શકે છે જેઓ નિયમિતપણે બહુવિધ હિતધારકો સાથે સંપર્ક કરે છે.

ઝોમાટોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ તેની આગામી ઇન્સ્ટન્ટ સેવા સહિત સમગ્ર પ્લેટફોર્મ પર ડિલિવરી ભૂમિકાઓ માટે વધુ મહિલાઓને નોકરી પર રાખવાની આશા રાખે છે અને તેથી તે ઉત્પીડન વિરોધી (એન્ટી હરાસમેન્ટ) નીતિઓ ઘડી રહ્યુ છે. કંપનીએ જણાવ્યું હતું કે આ નીતીઓમાં સતામણી થી પીડિતાઓ સામે “ઝીરો ટોલેરન્સ” એટલે કે સતામણી સહેજ પણ નહી ચલાવી લેવાય. વઘુ માં તેમણે જણાવ્યું કે “કોઈપણ હિસ્સેદાર દ્વારા ડિલિવરી ભાગીદારો પ્રત્યે કોઈપણ પ્રકારનો ભેદભાવ અને સતામણી સખત રીતે અસ્વીકાર્ય છે, જેમાં સાથી ડિલિવરી ભાગીદારો, રેસ્ટોરન્ટ ભાગીદારો, ગ્રાહકો અને ઝોમાટો કર્મચારીઓનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.