Abtak Media Google News

સેલસ હોસ્પિટલનું માનવ સેવામાં ઉમદા પગલું

નિદાન સાથોસાથ લેબ રિપોર્ટ તથા દવાઓની સંપૂર્ણ પણે નિ:શુલ્ક સેવા :700 દર્દીઓએ લીધો લાભ

અબતક,સંજય ડાંગર

ધ્રોલ

લોકોના આરોગ્ય અને સુખાકારી માટે સૌરાષ્ટ્રની અગ્રીમ મલ્ટી સુપર સ્પેશિયાલિટી સેલસ હોસ્પિટલ હરહંમેશ વિવિધ કાર્યક્રમો કરી સેવા પૂરી પાડતી રહી છે.ત્યારે ધ્રોલ ખાતે સેલેસ હોસ્પિટલ દ્વારા ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સર્વરોગ નિદાન મેગા કેમ્પનું વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું હતું.મેગા કેમ્પમા ભાગ લેનાર દર્દીઓને નિદાનની સાથોસાથ લેબ રીપોર્ટ તથા દવા પણ વિનામુલ્ય આપવામા આવી હતી.મોટી સંખ્યા દર્દીઓઆ મેગા કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. સેલસ હોસ્પિટલની નિષ્ણાંત તબીબોની ટીમ સાથોસાથ પેરામેડિકલ સ્ટાફ સહિતની ટીમએ આ મેગા કેમ્પમાં દર્દીઓને સેવા પૂરી પાડી હતી.સેલસ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.ધવલ ગોધાણી તથા ડો.વી.બી કાશુન્દ્રાના માર્ગદર્શન હેઠળ સર્વરોગ નિદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાયાબિટીસ,બીપી જેવા રોગની તપાસ કરી દર્દીને આવનારા દિવસોમાંઆ રોગથી કોઈ ગંભીર તકલીફ ન ઉભી થાય તેવી તકેદારીઓ સાથે કેમ્પ ખાતે દર્દીઓને સંપૂર્ણપણે આ બીમારીઓથી સામે પ્રિકોશન રાખવા અવગત કરવામાં આવ્યા હતા.આ મેગા કેમ્પ ખાતે મુખ્ય અતિથિ વિશેષમાં બી.એચ ઘોડાસરા ભૂતપૂર્વ કમિશનર, રાઘવજીભાઈ પટેલ કેબિનેટ મંત્રી, ધરમશીભાઈ ચન્યારા જામનગર જિલ્લા પ્રમુખ,એચસીએચના આરએમઓ ડો.ગામી,ધ્રોલ પી.એસ.આઈ સાવસેતા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સર્વ નિદાન રોગ મેગા કેમ્પના સફળ બનાવવા સેલસ હોસ્પિટલ નિષ્ણાંત ડોક્ટર ટીમ તથા પેરામેડિકલ ટીમે જેહમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.