Abtak Media Google News

બોરસદ તાલુકાનાં ઝારોલામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રમદાન કરી તળાવ ઉંડુ કરવાનો પ્રારંભ કરાવ્યો: દાતાઓએ રૂ.૯.૬૪ લાખના ચેકો મુખ્યમંત્રીને અર્પણ કર્યા

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામે તળાવ ઊંડુ કરવાના શ્રમયજ્ઞમાં  જોડાયેલા મુખ્યમંત્રીએ એવો નિર્ધાર પણ વ્યકત કર્યો કે, આ અભિયાની પાણીના દુકાળને ભૂતકાળ બનાવી ભાવિ પેઢીને દુકાળની ખબર જ ન પડે તેવો સમૃધ્ધ જળ વારસો આપીને દુકાળને ભાવિ પેઢી માટે દંતકા બનાવી દેવો છે.

મુખ્યમંત્રીએ ગુજરાતની ધરતી અનિયમિત વરસાદને કારણે અતૃપ્ત રહે છે ત્યારે આ સૂકી ધરાને તૃપ્ત કરીને તેને નવપલ્લવિત કરવાના આ ભગીર કાર્યમાં જનતા જનાર્દને પોતાનું અભિયાન બનાવ્યું હોવાનો ઉલ્લેખ કરી આ અભિયાન ભાવિ પેઢીનું નિર્માણ કરવાનું અભિયાન બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

પાણી એ પ્રભુનો પ્રસાદ છે ત્યારે તેનો સદઉપયોગ કરી પાણીના ટીપે-ટીપાંને ભેગું કરી સાગર બનાવવાનું આહવાન કરતાં વિજયભાઇ રૂપાણીએ કોઇપણ જાતિ, જ્ઞાતિ કે ધર્મથી પર રહીને આ અભિયાનમાં જોતરાઇ રહ્યા છે તે જ આ અભિયાનની મૂડી છે તેમ કહ્યું હતું.

પાણીના એક એક ટીપાંનો ઉપયોગ ખેતી, પશુપાલન, વન-પર્યાવરણ માટે થાય તેવા જળસંચાયના કામો આ અભિયાન અંતર્ગત હા ધરાયા છે તેમ જણાવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મૃત:પાય થયેલી નદીઓ કોતરોને પણ પુન:જીવિત કરવાના કાર્યોની વિગતો આપી સુજલામ સુફલામ જળસંચય અભિયાન દરમિયાન સમગ્ર રાજયમાં ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવશે તેમ કહ્યું હતું.

૨હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ચોમાસુ ગુજરાત માટે સારા સમાચાર લઇને આવ્યું છે અને સારો એવો વરસાદ પડશે ત્યારે વરસાદી પાણીનું ટીપેટીપું જમીનમાં ઉતારી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પણ તેમને હિમાયત કરી હતી.  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે આ જળ અભિયાનને ચૂંટણીલક્ષી ગણાવીને વિરોધ કરી રહેલાઓને આડે હો લઇ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ અભિયાન સંસ્કૃતિને પરંપરાને જાળવવાનું અને ભાવિ પેઢીનું નિર્માણ કરવાનો અને  સમૃધ્ધ જળવારસો આપવાનું અભિયાન છે. રૂપાણીએ જળસંચય અભિયાનની સારથો સાથ સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો – બેટી પઢાવો, ખેલે ગુજરાત, વાંચે ગુજરાત જેવા અભિયાનને જેમ વ્યાપક જનસર્મન મળ્યું હતું તેમ આ અભિયાનને પણ હવે સમાજના પ્રત્યેક વર્ગે પોતાનું અભિયાન બનાવ્યું હોવાનું જણાવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ ઝારોલા ગામના દાતાઓ અને સરપંચને આ વિશાળ કાર્ય તન-મન-ધની ઉપાડી ગામના તળાવને ઊંડુ બનાવવાનો જે ભગીર પ્રયાસ કરી પાણીનો વધુ સંગ્રહ કરી ગામના કૂવા રીચાર્જ વાની સો પાણીના તળ ઉંચા આવશે તેમ જણાવી અભિનંદન પાઠવ્યા હતા.

આણંદ જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ૬૬૬ કામો હા ધરવામાં આવ્યા છે અને ૪૦૦થી વધુ કામો પ્રગતિમાં છે અને બાકીના કામો આગામી બે-ત્રણ દિવસોમાં શરૂ થઇ જશે તેનો ઉલ્લેખ કરી પાણીનો વધુને વધુ સંગ્રહ નદીઓને સાચા ર્અમાં લોકમાતા બનાવીએ એવી ભાવના સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો.  ઝારોલા ગામે યોજાયેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાન માટે વિવિધ દાતાઓ તરફી રૂ. ૯.૬૪ લાખના ચેકો મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તળાવ ઊંડુ કરવાના કામમાં જોતરાયેલા શ્રમિકોને સુખડી અને છાશનું વિતરણ કર્યુ હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.