સૌરાષ્ટ્રમાં નશીલા પદાર્થના ધંધાર્થીઓ બેફામ: મોરસલ ગામે 3.૭૦૦ કિલો પોષના ડોડવા સાથે આરોપી ઝડપાયો

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્રમાં નશીલા પદાર્થના ધંધાર્થીઓ બેફામ બન્યા છે ત્યારે ચોટીલાના નાની મોરસલ ગામે પોષના ડોડવાનું વેંચાણ કરતા શખ્સની ધરપકડ કરી રૂ.૧૧,૧૦૦ની કિંમતના ૩.૭૦૦ કિલો પોષતા ડોડવાનો જથ્થો કબ્જે કરી વિશેષ પૂછપરછ હાથધરી છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર એસ.ઓ.જી.ને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલાના નાની મોરસલ ગામે દરોડો પાડી વિઠ્ઠલ હીરાભાઇ મકવાણા (ઉ.વ.૫૬)ની ધરપકડ કરી તેના ઘરની તલાસી લેતા વેંચાણ અર્થે મંગાવવામાં આવેલ રૂ.૧૧,૧૦૦ની કિંમતના ૩.૭૦૦ કિલો ગ્રામ  પોષતા ડોડવાનો જથ્થો કબ્જે કર્યો હતો.

પોલીસે આરોપી સાથે એન.ડી.પી.એચ. એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પોષના ડોડવા ક્યાંથી લાવ્યો અને કોને-કોને આપેલા છે તે મુદ્ે સઘન પૂછપરછ હાથધરી છે.

આ કામગીરી સુરેન્દ્રનગર એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ પરમાર સહિતના સ્ટાફે કરી આરોપીને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથધરી છે.