Abtak Media Google News

કૌટુંબિક બહેનની પજવણી કરતો હોવાથી ઢીમ ઢાળી દીધાની કબૂલાત

અબતક-શબનમ ચૌહાણ- સુરેન્દ્રનગર

Advertisement

સાયલામાં થોડા દિવસ પહેલા જ સીમ વિસ્તારોમાં એક યુવાનની હત્યા થઈ હતી. જેમાં સુરેન્દ્રનગર એલસીબી સ્ટાફે બે આરોપીની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં આરોપીઓએ પોતાની કૌટુંબિક બહેનની પજવણી કરતો હોવાથી ઢીમ ઢાળી દીધાની કબૂલાત આપી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ વીંછીયા ગમે રહેતા અને હાલ સાયલામાં ધજાળા ગામે રહેતા ઉમેશ હકાભાઈ ગરાડિયા નામના યુવાનની રણજિત જીલુભાઈ ધાંધલની વાડીએ લોથ ઢળી હતી. ઘટનાની જાણ થતાં જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુરેન્દ્રનગરના પીઆઇ એમ.ડી.ચૌધરી અને પીએસઆઇ વી.આર.જાડેજા સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જેના આધારે પોલીસને મળેલી બાતમીને આધારે વીંછીયા તાલુકાના નાના માત્રા ગામે રહેતા હરેશ મશરૂ ડેરવાડિયા અને ચોટીલાના ધરમપુર ગામે રહેતા મહેશ ઉર્ફે મંગો રમેશ ઓળકિયા બંને ગંગાજળ ગામથી નાના માત્રા તરફ જતા પોલીસે વોચ ગોઠવી હતી. જેના આધારે બંને આરોપીની ધરપકડ કરી યુક્તિ સયુક્તિથી પૂછતાછ કરતા બંને આરોપીઓએ ગુનાની કબૂલાત આપી હતી.

જેમાં મુખ્ય આરોપી મહેશ ઉર્ફે મંગાએ પોલીસને જણાવ્યું હતું કે પોતાના કૌટુંબિક માવજીભાઈની પુત્રીની મૃતક ઉમેશ વારે વારે પજવણી કરતો હોય જે બાબતે સમજાવા છતાં પણ ન સમજતા ઢીમ ઢાળી દીધું હોવાની આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.