Abtak Media Google News

વિઝિબિલિટિ માત્ર ૧૦૦ મીટર દિલ્હી અને મુંબઇથી સવારે રાજકોટ આવતી એક પણ ફલાઇટ આવી ન શકી

કાલે પણ ઝાળક વર્ષાની સંભાવના

શિયાળાના અંતિમ દિવસોમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સવારે જોરદાર ઝાકળ વર્ષા થઇ હતી. ઝાકળ વર્ષાના કારણે રાજકોટમાં હવાઇ સેવા પર અસર પડી હતી. વહેલી સવારે દિલ્હી અને મુંબઇથી રાજકોટ આવતી એકપણ ફલાઇટ આવી શકી ન હતી. વિઝીબિલીટી માત્ર ૧૦૦ મીટરે પહોંચી જતાં વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઇ ગયા હતા આવતી કાલે પણ ઝાકળ વર્ષાની સંભાવના રહેલી છે.

Advertisement

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લધુત્તમ તાપમાન ૧૫.૮ ડીગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુઁ.

Dsc 0879Dsc 0876Dsc 0872

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૪ કી.મી. પ્રતિકલાક રહવા પામી હતી. સવારે ૮.૩૦ કલાકે શહેરનું તાપમાન૧૭ ડીગ્રીએ પહોંચી ગયું હતું. આજે વહેલી સવારે રાજકોટમાં જોરદાર ઝાકળ વર્ષાના કારણે હવાઇ સેવા ખોરવાય જવા પામી હતી. સવારે નવી દિલ્હીથી રાજકોટ આવતી અને મુંબઇથી રાજકોટ આવતી ફલાઇટ કેન્સલ કરવાની ફરજ પડી હતી. ઝાળકવર્ષાના કારણે વિઝીબીલીટી માત્ર ૧૦૦ મીટરે પહોંચી જવા પામી હતી. એટલે કે ૧૦૦ મીટરથી દુરનું કશું દેખાતું ન હતું. જોરદાર ઝાકળવર્ષાના કારણે રાજમાર્ગો એટલી હદે ભીના થઇ ગયા હતા હતા કે એવું લાગતું હતું કે જાણે વહેલી સવારે વરસાદનું ઝાપટુ પડી ગયું હોય ઝાકળના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. લોકોએ ફરજીયાત પણે ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે તેવી ઠંડકનો અનુભવ થતો હતો.

જોરદાર ઝાકળવર્ષાના કારણે વિઝીબીલીટીમાં પણ ભારે ઘટાડો નોંધાતા હાઇવે પર વાહન ચાલકોએ ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી વાહનો ખુબ જ ધીમી ગતિએ ચલાવવા પડયા હતા સાથે સાથે દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. સામાન્ય રીતે ઝાંકળ વર્ષા ત્રણ દિવસ થતી હોય હોય છે આજથી રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઝાળકવર્ષા શરુ થતા આગામીએ દિવસ પણ ઝાંકણવર્ષાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.