Abtak Media Google News

મહાત્મા ગાંધી ‘બાપુ’ની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે ૧૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેની સોશિઓ – ઇકો – પોલિટિકલ અસર આગામી ચુંટણીમાં જોવા મળશે.

નાણાપ્રધાન અરૂણ જેટલીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમીતે ચાલુ વર્ષે દેશની ગાંધીવાદી સંસ્થાઓના સન્માન માટે રૂ. ૧૫૦ કરોડની ફાળવણીની જોગવાઇની જાહેરાત યુનિયન બજેટમાં કરી હતી. તેનાથી ગાંધીજીના રુપમાં સૌથી મોટી વૈશ્ર્વિક બ્રાંડને સત્કારવછાનો અને તેનો જશ ખાટવાનો યશ કેંન્દ્ર સરકારને મળશે તેની સીધી હકારાત્મક અસર આગામી ચુંટણીમાં જોવા મળશે.

કેમ કે અત્યાર સુધી ગાંધીવાદી સંસ્થાઓ અને લોકોમાં એક એવી માન્યતા હતી કે બીજેપી માત્ર સરદાર વલ્લભભાઇ પટેલને જ શિરોમાન્ય ગણે છે. જયારે કોંગ્રેસ એક ગાંધીવાદી પક્ષ છે. આ માન્યતાને પાયાથી ખારી જ કરવા માટે યુનિયન બજેટમાં મોદી સરકારે અને નાણાપ્રધાન જેટલીએ આ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. જેનો સીધો બેનીફીટ ૨૦૧૯માં થનારી ચુંટણીમાં બીજેપીને એટલે કે મોદી સરકારમે મળશે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ગાંધીજીના સત્ય અને અહિંસાના માર્ગે ચાલનારા ગાંધીવાદીઓ અને ગાંધી પ્રેમીની સંસ્થાઓ બહોળી માત્રામાં છે. ત્યારે તેને લઇને બજેટમાં ખાસ જોગવાઇ કરવામાં આવી છે. આ બધા જ ગાંધીપ્રેમી અને ગાંધીવાદી સંસ્થાને ઓકટોબર માસમાં આવનારી ગાંધીજીની જન્મ જયંતિ પર સન્માનીત કરવામાં આવશે.

આ સિવાય સમગ્ર દેશમાં છેલ્લા ૩ વર્ષથી ગાંધીજીની વિચારધારાને ઘ્યાનમાં લઇને વડાપ્રધાને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

સ્વચ્છ ભારત મિશન હેઠળ ૬ કરોડ શૌચાલયોનું નિર્માણ કરાયું છે. આ વર્ષે વધુ ર કરોડ શૌચાલય બનાવવાની જોગવાઇ બજેટમાં કરાઇ છે.

ચાલુ વર્ષે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ધામધુમથી ઉજવાશે અને તેની આગેવાની મોદી સરકાર કરી રહી છે તેથી તેનો ઓશિઓ, ઇકો, પોલિટિકલ બેનીફીટ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.