Abtak Media Google News

ધ્રાગધ્રા સબજેલ કેદીઓ માટે સ્વગઁ સમાન બની ગયુ છે જેમા કેટલીક વાર અહિથી મોબાઇલ, ચાજઁર, તિષણ હથીયાર તથા વિદેશી દારુ પણ મળી આવે છે તેવામા ગઇકાલે મોડી રાત્રે ધ્રાગધ્રા સીટી પોલીસના કોન્સ્ટેબલ દશરથભાઇ રબારીને ખાનગી બાતમીના આધારે હકીકત મળી હતી કે ધ્રાગધ્રા સબજેલમા અનઅધિકૃત ચીજ-વસ્તુઓનો વપરાશ થાય છે જે બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ચૌહાણ, દશરથભાઇ રબારી, મહાવીરસિંહ, યુવરાજસિંહ સહિતનાઓ તુરંત સબજેલમા પ્રવેશ કરી ઝડતી કરતા સબજેલના બેરેક નંબર 1મા રહેલા કાચાકામનો કેદી શંકા પદ હાલતમા જોવા મળતા તેની અંગ તપાસમાથી એક મોબાઇલ મળી આવ્યો હતો.

Advertisement

જ્યારે આ શખ્સનુ નામ પુછતા પોતાનુ નામ ભોજાભાઇ ભુરાભાઇ ભરવાડ રહે ગામ:- વાવોલ જી:- ગાંધીનગર હોવાનુ ખુલ્યુ હતુ, બાદમા બેરેક નંબર 2મા તપાસ કરતા રફીક રાજેમીયાભાઇ સૈયદ રહે ગામ:- ખારાગોઢા તા:- પાટડીવાળા પાસેથી પણ એક મોબાઇલ ઝડપાયો હતો જ્યારે અન્ય બેરેક નંબર 4મા તપાસ કરતા ભરત તલાભાઇ ઠાકોર રહે ગામ:- ફતેપુર તા:- પાટડીવાળા પાસેથી એક મોબાઇલ ઝડપાતા બેરેક નંબર 4ના બાથરુમમા તપાસ કરતા અંદરથી એક કાળા રંગનુ ચાજઁર પણ મળી આવ્યુ હતુ.

જેથી સીટી પોલીસના સ્ટાફ દ્વારા સબજેલના જુદાજુદા બેરેકમાથી ઝડતી દરમિયાન કાચાકામના કેદીઓ પાસેથી મળી આવેલ કુલ 3 મોબાઇલ તથા એક ચાજઁરનો ઉપયોગ કરતા સબજેલના પ્રશાસન પર સવાલો ઉભા થયા હતા અને આ પ્રતિબંધિત ચીજવસ્તુઓ સબજેલમા કઇ રીતે પ્રવેશ કરે છે તથા કોણ સબજેલમા અનઅધિકૃત ચીજ-વસ્તુઓને લાવવા લઇ જવામા મદદરુપ થાય છે તેની સમગ્ર તપાસ બહાર લાવવા કાયદેસરની કાયઁવાહી કરી ત્રણેય મોબાઇલ સાથે ઝડપાયેલા શખ્સો પર ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.