Abtak Media Google News

ધ્રાંગધ્રા શહેરમા જુગાર તથા દારુની બદી ડામવા સતત સીટી પોલીસની સતઁકતા અને પ્રયાસો સફળ થઇ રહ્યા છે તેવામા શહેરી વિસ્તારમા સતત પેટ્રોલીંગના લીધે સીટી પોલીસે માત્ર શ્રાવણ મહિનામા જ કેટલાક જુગારીઓને ઝડપી લઇ કાયદેસરની કાયઁવાહી કરી હતી તેવામા ધ્રાંગધ્રા શહેરના ધોરીધાર વિસ્તારમા રામાપીરના મંદિર પાસે જુગાર રમતા હોવાની બાતમી સીટી પોલીસને મળતા આર.ડી.ચૌહાણ, દશરથ રબારી, મહાવીરસિંહ, વિક્રમ રબારી સહિતનાઓ તુરંત શહેરના ધોરીધાર વિસ્તાર પાસે જઇ જાહેરમા રમાતા ગુદડીપાસાના જુગાર પર દરોડો કરતા અનેક શખ્સોમા નાશભાગ મચી હતી.

જ્યારે અંતે ચાર જુગારીઓ જેમા (1) અસ્લમ અહેમદભાઇ બ્લોચ (2) મેહુલ પરસોતમભાઇ છોગાળા (3) ભરતજી જીવાજી ભાટ્ટી (4) રહિમ હકીમભાઇ મિયાણા (5) સદામ અહેમદભાઇ મિયાણાને રંગે હાથ ગુદડી પાસાનો જુગાર રમતા રોકડ 4400 તથા મોબાઇલ નંગ 2 કિમત રુપિયા 3500 એમ કુલ મળી 7900ના મુદ્દામાલ સાથે 3 જુગારીઓને ઝડપી લઇ અન્ય બે શખ્સો ફરાર થતા તેઓ પર પણ જુગારધારાની ફરીયાદ કરી બન્નેને પકડી પાડતાની તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.