Abtak Media Google News

બ્રહ્માકુમારીઝ દ્વારા મહાશિવરાત્રી નિમિતે અદભુત શિવ દર્શન મેળાનું આયોજન કુવાડવા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે જે આજરોજ તા.૧૦ થી ૧૮ સુધી દરરોજ સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી ખુલ્લુ મુકાશે.

મેળામાં આકર્ષણનું કેન્દ્ર અદભુત મહાકાય અજગર શો, વિરાટ કાય કુંભકર્ણ શો તેમજ અમરનાથ બર્ફીલી ગુફા, દ્વાદર્શ જયોતિલિંગ દર્શન, વેલ્યુ ગેમ્સ, અનેક ગૃહ્મ રહસ્યો તથા મુવિંગ મોડલ્સથી સુશોભિત અનેક આકર્ષણો છે. પ્રતિ સાંજે ૭ વાગે મહાઆરતી તથા શિવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે.

Img 20180209 Wa0042Img 20180209 Wa0043ગઇકાલે શિવદર્શન મેળાનું રાજકોટના અગ્રણી ના હસ્તે ઉદધાટન કરાયું હતું. આ તકે પોલીસ કમિશ્નર અનુપમસિહ ગેહલોત, મુકેશભાઇ દોશી (દિકરાનું ઘર) અમદાવાદથી પધારેલ રાજયોગીની અમરબેન, બ્ર.કુ. નેહાબેન, રાજયોગિની ભારતીદીદી બ્ર.કુ. રેખાબેન બ્ર.કુ. અંજુબેન સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા. મેળાનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

બ્રહ્માકુમારી નેહા દીદીએ ‘અબતક’ને કહ્યું હતું કે, શિવદર્શન આધ્યાત્મિક મેળાનું આયોજન રાજકોટની જનતા માટે નવલું નજરાણું છે. આ મેળામાં અમરનાથની ગુફા દર્શન, બાર જયોર્તીલીંગ દર્શન અને આધ્યાત્મિક પ્રદર્શન દ્વારા આત્માની ઓળખ મળે તેવું અલૌકિક આયોજન છે. સૃષ્ટિ ચક્રની જ્ઞાન પ્રાપ્તિ દ્વારા જીવનમાં આત્માની જાગૃતિ કઈ રીતે કરી શકાય તે જાણવા માટે આ મેળાનો સૌએ લાભ લેવો જોઈએ.

અંજુ દીદીએ કહ્યું કે, પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા આયોજીત આ અદભુત મેળો છે. અજ્ઞાનતાની નિંદ્રામાં સુતેલા મનુષ્યને જાગૃત કરી કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, ઈર્ષા, તણાવ, ડિપ્રેશન જેવી પરિસ્થિતિમાંથી દુર કરવાનો સહજ પ્રયાસ આ મેળા દ્વારા કરવામાં આવ્યો છે. અવગુણોને કારણે મનુષ્ય માનવતા ભુલી ગયો છે. માનવતાને ઉજાગર કરવા સુખ-શાંતી અને સમૃદ્ધ બનાવે એ માટે આ મેળો ખુબ ફાયદાકારક છે.

Img 20180209 Wa0040પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જણાવાયું હતું કે, આજની સમાજ સુધારણા માટે ખોટી આદતો અને નશાયુકત જીવન બદલાવ માટે સુતેલી માનવતાને જાગૃત કરવા માટે અને ભગવાનમાં આસ્થા જગાડવા માટે આ મેળો કલ્યાણકારી છે.

૧૮ તારીખ સુધી ચાલનારા આ મેળાનો લાભ સમગ્ર રાજકોટ વાસીઓએ લેવો જોઈએ. આ મેળો જોયા પછી મને વિશ્ર્વાસ છે કે સમાજમાં ખુબ સારો સંદેશો જશે. વ્યકિત સારી સમજદાર બને અને એકબીજાને મદદ કરવા પ્રેરાય તે માટેના પ્રયત્નો આ મેળા દ્વારા કરવામાં આવ્યા છે. સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા ગેહલોતે અબતક સાથેની ખાસ વાતચીતમાં અંતમાં જણાવ્યું હતું કે, આપના માધ્યમ દ્વારા રાજકોટવાસીઓને ભારપૂર્વક સુચન કરુ છું. આના કારણે બાળકો-દિકરીઓનું સંસ્કાર સિંચન થશે તેમ ગેહલોતે અંતમાં જણાવ્યું હતું.

Vlcsnap 2018 02 10 08H50M31S210Vlcsnap 2018 02 10 08H50M54S176Vlcsnap 2018 02 10 08H51M10S94

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.