Abtak Media Google News

દેશના ૧૦ બંદરો પર કેન્દ્ર સરકારે હાથ ધરેલા અભ્યાસ મુજબ દર વર્ષે ૧.૭ એમએમની સરેરાશ ઝડપે દરિયામાં પાણીની સપાટી વધી રહી છે: રાજયસભામાં પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં પર્યાવરણ મંત્રી બાબુલ સુપ્રિયોએ આપી વિગતો

પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ બનાવેલી સોનાની દ્વારકા સમયાંતરે દરિયામાં વધેલી પાણી સપાટીના કારણે ગરકાવ થઈ ગઈ છે. આ માન્યતાના ઐતિહાસીક પૂરાવા પણ દ્વારકા પાસેના દરિયામાં પૂરાતત્વ વિભાગને મળી રહ્યા છે. આવી જ સ્થિતિ હવે દરિયાકાંઠે આવેલા ઓખાની આગામી સમયમાં થાય તેવી સંભાવના છે. જેથી સોનાની દ્વારકાની જેમ ઓખા પણ આગામી દાયકાઓમાં દરિયાના પાણીમાં ગરકાવ થઈ જશે તેવી ભીતિ રાજયસભામાં પુછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં સરકારે દેશના દરિયાના વધી રહેલી પાણીના સપાટીના મુદે આપેલા નિવેદન પરથી સ્પષ્ટ થવા પામ્યું છે.

વિશ્વના સમુદ્રની સપાટી વધવાની સમસ્યાનો સામનો ભારતના દરિયા કિનારાને પણ કરવો પડે છે. ભારતીય દરિયાકાંઠા પર સમુદ્રની સપાટી વધવાની સમસ્યા નિરંતર રીતે આગળ વધી રહી છે. દર વર્ષે ૧.૭ એમએમની સરેરાશ ઝડપે છેલ્લા ૫૦ વર્ષમાં ભારતના દરિયાકાંઠા ૮.૫ સેમીની સપાટી વધી હોવાનું સરકારે રાજયસભામાં પુછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું છે. દેશના મુખ્ય દસ બંદરો પરથી લેવાયેલા આંકડા પરથી છેલ્લા ૫૦ વર્ષમાં ૮.૫ એમએમ સમુદ્રની સપાટી વધી છે. અને દર વર્ષે આ સપાટીમાં ૧.૭ એમએમનો વધારો થાય છે. વૈશ્વિક આંકડાઓની સરખામણક્ષએ દર વર્ષે વધતી જતી સમુદ્રની સપાટીની સરેરાશ ઝડપ સામે ભારત આ ઝડપ અત્યારે ૫૦% જેટલી ઓછી છે.

સંયુકત રાષ્ટ્રસંઘનાઆંતર સરકારી સમિતિ અને તાજેતરનાં જ કલાઈમેટ ચેન્જના અહેવાલોમાં અત્યારે ગ્લોબલવોર્મિંગને કારણે વર્ષે સમુદ્રની સપાટી સતત સરેરાશ ૩.૬ મીમીના દરથી વધી રહી છે. સરકાર જે આંકડાઓના આધારે આ માહિતી આપી છે. તેમા દેશના કુલ ૧૦ બંદરો પર સમુદ્રની સપાટી વધવાના આંકડા લેવાયા છે. જેમાં પશ્ર્ચિમ બંગાળના ડાયમંડ હાર્બર બદર ઉપર દર વર્ષે સૌથી વધુ ૫.૧૬ એમએમની ઝડપે સમુદ્રની સપાટી ઉંચી આવી રહી છે. ત્યાર પછી ગુજરાતના કંડલા બંદર પર વર્ષે ૩.૧૮ એમએમ પછી હલ્દીયા પશ્ચિમ બંગાળ, ૨.૮૯ એમએમ પ્રતિ વર્ષ, આંદોમાન નિકોબારના પોર્ટબ્લેયર બંદર પર સરેરાશ ૨.૨ એમએમ પ્રતિવર્ષ અને ગુજરાતનાં ઓખાબંદર પર સમુદ્ર દર વર્ષ સરેરાશ ૧.૫ એમએમ ઉંચે આવી રહ્યો છે.

આ તમામ સરેરાશ વાર્ષિક આંકડાઓ દરેક બંદર ઉપર એક સાથે એક સમયે અને મુદત ઉપર લેવાયા ન હોવાથી નિશ્ચિત તુલનાત્મક રીતે ન સ્વીકારી શકાય પરંતુ નિષ્ણાંતો માની રહ્યા છે.

સરકારે ગ્લોબલ વોર્મિંગને કારણે વધતી જતી સમુદ્રની સપાટી અંગે પ્રસાસનિક જવાબદારી લઈને ગ્લોબલ વોર્મિંગને કારણે સમુદ્રની સપાટી ન વધે તે માટે લાંબાગાળાના આયોજન માયે અને આપાત કાલીન વ્યવસ્થા ઉભી કરવાની તૈયારી કરી છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 5

પર્યાવરણ મંત્રી બાબુલ સુપ્રીયોએ રાજયસભાને જણાવ્યું હતુ કે સૌથી વધુ સમુદ્રની સપાટીનું સ્તર ડાયમંડહારબરમાં નોંધાય છે. મોટા પ્રમાણમાં સમુદ્રના કાંઠે થઈ રહેલા વિકાસની જેમ આજરીતે કંડલા અને હલ્દીયા અને પોર્ટબ્લયરમાં પણ સમુદ્રની સપાટી વધી રહી હોવાનું જાણમાં આવ્યું છે. આ આંકડા ભૂમિવિજ્ઞાન મંત્રાલય પાસેથીમેળવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતુ.

ગ્લોબલ વોર્મિંગને કારણે ઉત્તરધ્રુવના હિમ ગ્લેસિયલ ઓગળવાની પ્રક્રિયા હિમાલયના બરફ પીગળવાની ઘટનાઓ છેલ્લા પાચ દાયકાથી સતત અનિયંત્રીત રીતે વધતી જાય છે.

અનેક વૈશ્વિક સંસ્થાઓએ હાથ ધરેલા અભ્યાસમાં મુંબઈ જેવા ભારતના અનેક દરિયા કાંઠે વસતા શહેરો પર દરિયાના પાણીની ડુબનું જોખમ વધતુ જાય છે. દરિયાની સુનામીની દહેશતો વ્યકત કરવામાં આવે છે. પુરાણોમાં સમુદ્રની સપાટી વધવાની અને સુનામીની આગાહી કરતા વાકયોમાં આપણા જ સોમનાથનાં દરિયાના મોજા જુનાગઢના ગીરનાર પર્વત પર માં અંબાજીના મંદિર સુધી પહોચવાની ભવિષ્યવાણી ભલે આજનું વિજ્ઞાન માનવા તૈયાર ન હોય પણ સમુદ્રની વધતી જતી સપાટી દરેક માટે ચિંતાનો વિષય જરૂર બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.