Abtak Media Google News

નિકાસકારોના ભૂતકાળના રેકોર્ડના આધારે ક્રેડીટ ટ્રાન્સફર શે જેનો ઉપયોગ ઈન્પુટ ટેકસ ચૂકવવા થઈ શકશે

જીએસટીની અમલવારી બાદ બહોળી સંખ્યામાં નિકાસકારો જીએસટી રીટર્ન મુદ્દે ફરિયાદો કરી રહ્યાં છે. જીએસટી રીટર્ન સલવાઈ ગયા હોવાી રોકાણકારો પરેશાન થઈ રહ્યાં છે. સરકારને આ મુદ્દે અવાર-નવાર રજૂઆત કરવામાં આવી છે. ત્યારે મંત્રી સુરેશ પ્રભુએ દાવો કર્યો છે કે, નિકાસકારોની જીએસટી રીફંડની સમસ્યાનો ઉકેલ ઈ-વોલેટી આવી શકે તેમ છે.

ઈ-વોલેટ પધ્ધતિના આ માધ્યમી નિકાસકારોના એકાઉન્ટમાં તેમના ભૂતકાળને ધ્યાનમાં રાખી ક્રેડીટ ટ્રાન્સફર થઈ શકે. આ ક્રેડીટનો ઉપયોગ ઉનપુટ ટેકસ ભરવા થઈ શકે. આ મામલે વિત્ત મંત્રાલય અને કોમર્સ મીનીસ્ટ્રીના સચિવો એકબીજા સો કામ કરી રહ્યાં છે. જીએસટી રીફંડની સમસ્યાનો ઉકેલ માત્ર ઈ-વોલેટના આધારી આવી શકે તેવું સુરેશ પ્રભુનું કહેવું છે.

નિકાસકારોના ફસાયેલા જીએસટી રીટર્નના કારણે તેમની વર્કિંગ કેપીટલ ઉપર માઠી અસર પહોંચી છે. માલનું ખરીદ-વેંચાણ કરવામાં તકલીફ પડી રહી છે. ઘણા નિકાસકારોના જીએસટી રીફંડ આઠ-આઠ મહિનાી પેન્ડીંગ છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ ઈ-વોલેટ હોવાનું કહેવાય છે. ઈ-વોલેટની મદદી નિકાસકારોની રિફંડ ચૂકવવા કે મેળવવાની જરૂરીયાત રહેશે નહીં.

આંકડા મુજબ નિકાસકારોના રૂ.૨૦,૦૦૦  કરોડ જીએસટી રીટર્નમાં ફસાઈ ગયા છે. જીએસટી પહેલા નિકાસકારોને ડયૂટીના સ્વરૂપમાં વળતર સરળતાી મળતું હતું. પરંતુ હવે પહેલા તેમને પૈસા ભરવા પડે છે ત્યારબાદ રીફંડ માંગવાનું રહે છે. જીએસટી રિફંડની સમસ્યાને પહોંચી વળવા વડાપ્રધાન કાર્યાલયે ખાસ મીટીંગ બોલાવી હતી. જેમાં કોમર્સ અને વિત્ત મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા. ગત મહિને જીએસટી કાઉન્સીલની બેઠકમાં પણ ઈ-વોલેટ સ્કીમની અમલવારી માટે પ્રોત્સાહનો અંગે ચર્ચા ઈ હતી. ન હોય… જીએસટીના ૮૪ ટકા રીટર્ન મીસમેચ

જીએસટીના ૮૪ ટકા રિટર્ન મિસમેચ યા હોવાનો ઘટસ્ફોટ યો છે. જીએસટી રિટર્નના ડેટા અનુસાર જુલાઈી ડિસેમ્બર દરમિયાન ૩૪ ટકા ઉદ્યોગોએ રૂ.૩૪૪૦૦ કરોડનો ટેકસ ઓછો ચૂકવ્યો છે. જીએસટીઆર-૩બી ફાઈલીંગ દરમિયાન ૩૪ ટકા ઉદ્યોગોએ કુલ રૂ.૮.૧૬ લાખનો કરવેરો ભર્યો હોવાનું બતાવ્યું છે. પરંતુ જીએસટીઆર-૧ના ડેટા અનુસાર આ ટેકસ રૂ.૮.૫૦ લાખ કરોડ હોવો જોઈએ. જુલાઈ-ડિસેમ્બરમાં કરાયેલા રિટર્ન અને છેલ્લા રિટર્નમાં માત્ર ૧૬ ટકાનો જ ડેટા એક સરખો છે. જીએસટીના ૮૪ ટકા રિટર્ન મીસમેચ તા આ સંદર્ભે તપાસ હા ધરાઈ શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.