Abtak Media Google News

તાઉતે વાવાઝોડું આજે ગુજરાતના દરિયાકાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાવાનું છે. સાથે તે ગુજરાતને ધમરોળવાનું પણ છે. જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવા અનુરોધ પણ કર્યો છે. વાવાઝોડાને પગલે 17મીએ સૌરાષ્ટ્ર,કચ્છ, દીવ અને ગુજરાતના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે.આજથી 19મી સુધી અમદાવાદ, પોરબંદર, ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડા સહિતના 15 જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અત્યારની પરિસ્થિતિમાં કઠોળ અને કપાસનું આગોતરૂ વાવેતર નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે. વધુમાં ડો. ગોહિલના જણાવ્યા અનુસાર ગમે તેટલો વરસાદ થાય પણ કઠોળનું આગોતરૂ વાવેતર ન કરાય. તેની પાછળનું કારણ એ છે કે કઠોળનો પાક તૈયાર થતા 80 દિવસનો સમય લાગે છે.મતલબ કે કઠોળનો પાક અષાઢ મહિનામાં તૈયાર થાય છે.

કઠોળના પાકની તાસીર એવી છે કે તે પાકી જાય એટલે તેને તુરંત જ  ઉતારી લેવો પડે. નહિતર તે બગડી જાય છે. આમ પાક જ્યારે તૈયાર થઈ જાય ત્યારે અષાઢ મહિનો ચાલતો હોય છે. આ મહિનામાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડતો હોય છે. આ દરમિયાન પાક ઉતારવો શક્ય ન હોય જેથી કઠોળનો પાક આગોતરા વાવેતર માટે નુકસાન કારક સાબિત થાય છે. કપાસમાં પણ આવું જ થાય છે. માટે કપાસનો પાક પણ આગોતરા વાવેતરમાં નુકસાન કારક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.