Abtak Media Google News

સ્વાદના શોખીન એવા રાજકોટવાસીઓ માટે ચેતી જવાની ઘડી આવી રહી છે. શહેરમાં મોટા નામ ધરાવતી ખાણી-પીણીની દુકાનોમાં જ જનઆરોગ્ય સાથે ચેડાં થતા હોય તેવું લાગી રહ્યું છે. બહું પ્રસિદ્વ એવા ઈશ્વર ભાઇ ઘુઘરાવાળાને ત્યાં કોર્પોરેશને ચેકીંગ હાથ ધરતા 145 કિલો કદડા જેવી ખાદ્ય સામગ્રી મળી આવી હતી. જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને હાઇજેનિંક ક્ધડીશન જાળવી રાખવા નોટિસ આપવામાં આવી હતી. ચટણી, બટેટાનો મસાલો અને કૂકીંગ ઓઇલનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકીગ દરમિયાન આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મહેતા, ફૂડ સેફ્ટી ઓફિસર, એમ.કે.રાઠોડ અને આર.આર.પરમાર સહિતની ટીમ શહેરના હાથીખાના શેરી નં.13માં ઈશ્વર ભાઇ લાલજીભાઇ કાકુની માલિકીના રામકૃપા નામના સ્થળ પર ત્રાટકી હતી. અહિં ઈશ્વર ભાઇ ઘુઘરાવાળાનું ઉત્પાદન સ્થળ છે. જ્યાં ચેકીંગ હાથ ધરવામાં આવતા ઘુઘરાનું ઉત્પાદન એકદમ અનહાઇજેનીંગ રીતે થતું હોવાનું માલૂમ પડ્યું હતું સ્થળ પર ફૂડ કલરનો પણ ઉપયોગ કરવામાં આવતો હોવાનું પકડાયું હતું. અનહાઇજેનીંગ રીતે સંગ્રહ કરાયેલી 20 કિલો મીઠી ચટણી, પાંચ કિલો લીલી ચટણી, 20 કિલો ઘુઘરા માટેના બટેટાનો મસાલો, 60 દાઝ્યુ તેલ અને શણીયા તથા કંતાન પર સૂકવેલા કાચા 40 કિલો ઘુઘરાનો જથ્થો મળી આવ્યો હતો. 145 કિલો અખાદ્ય ખોરાક જે માનવ આહારમાં ઉપયોગ લઇ શકાય તેમ હોય તેનો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ટીપર વાનમાં નાશ કરાયો હતો. હાઇજેનીંગ ક્ધડીશન જાળવી રાખવા નોટિસ આપવામાં આવી હતી. મીઠી ચટણી, ઘુઘરા માટેનો બટેટાનો મસાલો અને તેલનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયો છે.

આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે ફૂડ વિભાગની ટીમે કોઠારિયા ગામમાં રણુજા વિસ્તાર, બજરંગવાડી હોર્ક્સ ઝોનમાં ખાણીપીણીની 34 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 30 સ્થળેથી નમૂના લેવામાં આવ્યા હતા અને 19 ધંધાર્થીઓને નોટિસ આપવામાં આવી હતી. શિવ કચ્છ દાબેલી, ગોપાલ ગાંઠીયા, બાલાજી નાસ્તા ગૃહ, જય કાલી દાળ-પકવાન, શ્રીજી સેલ્સ, બંસી પ્રોવિઝન, શ્યામ જાંબુ, જય મહાકાળી સમોસા, ર્માં વડાપાઉં, પ્રતાપ ગાંઠીયા ખમણ, જય ગણેશ મદ્રાસ કાફે, કચ્છી-દાબેલી, ભૂંગળા-બટેટા, ગણેશ પાઉભાજી, રાધેશ્યામ ચાઇનીઝ, જય ખોડીયા ચાઇનીઝ, ઓમ મોમોસ સમોસા, શિવશક્તિ એચ.એસ.વડાપાઉં, જય સીયારામ વડાપાઉંને નોટિસ આપવામાં આવી હતી.

લાપીનોઝ પિઝા અને બર્ગર કિંગમાંથી સોસ અને માયોનીઝના નમૂના લેવાયા

કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા આજે શહેરના પેડક રોડ પર પટેલવાડીની પાછળ સિટી ગોલ્ડ પ્લાઝામાં ઇવા એન્ટરપ્રાઇઝ (લાપીનોઝ પિઝા)માંથી ઇટાલીયન િ5ઝા, સોસ અને ચીઝી જેલાપેનો માયોનીઝનો નમૂનો જ્યારે કાલાવડ રોડ પર રાણી ટાવર સામે ક્રિસ્ટલ મોલના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા બર્ગર કિંગમાંથી નિયો કલનેરી મખની સોસનો નમૂનો લેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.