Abtak Media Google News

ઇડર કાનપુર ગામ નાં અરવિંદ પ્રતાપ નાથબાવા નામ નો યુવક પાણીમા તણાયો છે, બપોરનાં સાડા બાર વાગે અરવિંદ કાનપુર ગામની નદીની સામે સાઈડનાં કુવા પર કામ અર્થે ગયેલો હતો, સવાર થી ધોધમાર વરસાદને કારણે ભેસ્કા નદી માં ઘોડા પૂર આવેલા તયારે અરવિંદ પોતાનાં ધરે જવા માટે વસઈ થી તસિયા રોડ પર આવેલ પુલ પર પાર કરવા જતા હતો ત્યારે ગામબાજુ આવવાની નાં પાડવા લાગ્યા હતાં વારંવાર કેહવા છતાં તેણે તેમની કોઇ પણ વાત નાં માની અને નદી ઉપર નાં પુલ પાર કરવા જતા તણાયો ગયો હતો.સામેની બાજુ ઊભેલા યુવાનો એ તેનો વિડીયો બનાવી લીધો હતો.

થોડીક વાર બનાવની વાત તેનાં પરિવાર ને જાણ થઈ હતી તેમણે બે કલાક  શોધખોળ કરતા કોઇ જાણ થઈ હતી કાનપુર તલાટી  હિરેન પટેલને આ બનાવ ની જાણ થતા તેમણે ઇડર મામલતદારને જાણ કરી હતી અડધા કલાકમા ઇડર પ્રાંત અધિકારી એ.જે.દેસાઈ, ઇડર મામલતદાર, પોલિસ, ફાયરબ્રિગેડ ની ટિમ ઘટના સ્થળે પહોચ્યા હતા. રેસ્કયુ ટિમ એ પાણીમાં જઇને શોધખોળ કરી પણ કોઇ યુવક મળ્યો ન હતો.બનાવના લગભગ ચાર કલાક વીતી ગયા હોવાથી અને સાંજે અંધારું થવાથી તંત્રએ યુવકની શોધખોળને વિરામ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.