Abtak Media Google News

આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને રજૂ કર્યો અભિપ્રાય: જો ઓફલાઇન શિક્ષણ શરૂ થશે તો ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ ચાલુ રાખવામાં આવશે

રાજ્યમાં સ્કૂલોમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઇન અભ્યાસ કરી રહ્યાં છે ત્યારે પ્રાથમિક શાળાઓને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ શિક્ષણ વિભાગ શાળાઓ શરૂ કરવા માટે વિચારણાં કરી રહ્યું છે. જે બાદ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાંથી છૂટકારો મળી શકે છે.

મળતી માહિતી મુજબ ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને લઇને એક મોટા સમાચાર આવ્યાં છે. હવે બાળકોને ઓનલાઇન શિક્ષણમાંથી મુક્તિ મળી શકે તેમ છે. આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને પોતાના અભિપ્રાય રજૂ કર્યા છે. આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ શિક્ષણ વિભાગ શાળાઓ શરૂ કરવા વિચારણાં કરી રહ્યું છે. જેથી દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ શરૂ થઇ શકે છે.

દિવાળી વેકેશન બાદ પણ જો કોરોના સંક્રમણમાં વધારો નહીં તો શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગના અભિપ્રાય પર વિચારણાં કરશે. આ ઉપરાંત એવા સમાચાર પણ પ્રાપ્ત થઇ રહ્યાં છે કે વેકેશન બાદ જો કોરોના સંક્રમણમાં વધારો નહીં થાય તો પ્રાથમિક શાળાઓ બે વર્ષના સમયગાળા બાદ ધમધમતી થશે. મહત્વનું છે કે લાંબા સમયથી રાજ્યમાં ધો.1 થી 5ના વર્ગો બંધ છે. વિદ્યાર્થીઓ લાંબા સમયથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે. જો કે ઓફલાઇન વર્ગોની સાથે ઓનલાઇન શિક્ષણ જણાશે તો તે પણ ચાલુ રાખવામાં આવશે.

જો કે રાજ્યનું શિક્ષણ વિભાગ હવે આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ પ્રાથમિક શાળાઓ ખોલવા માટે વિચારણાં કરી રહ્યું છે. જો દિવાળી વેકેશન બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો નહીં થાય તો વિદ્યાર્થીઓને ફરી એકવાર સ્કૂલે જવા મળી શકે છે. તેનાથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાંથી મુક્તિ મળી શકે છે. બીજી તરફ વાલીઓ પણ કોરોનાના કારણે બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી પણ હવે દિવાળી વેકેશન બાદ જ ખબર પડશે કે આ મામલે શિક્ષણ વિભાગ શું નિર્ણય લે છે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.