Abtak Media Google News

ધોરાજીની ડ્રીમ ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક હિતેશભાઈ ખરેડ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટની તૈયારી માટેના સર્વપ્રથમ રેફરન્સ બુકનું વિમોચન મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૮-૧૯થી ગુજરાત રાજયમાં અમલમાં આવેલ નવા અભ્યાસક્રમ કે જે એનસીઈઆરટીના સીલેબસ પર આધારીત છે. તેના અનુસંધાને મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટની તૈયારી માટેના સર્વપ્રથમ સંદર્ભ પુસ્તક પણ ધોરાજીની ડ્રીમ ઈન્ટરનેશનલ સ્કુલના શિક્ષક હિતેશભાઈ ખરેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

Advertisement

આ તકે લેખકે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં લેવાયેલ નીટની પરીક્ષામાં બાયોલોજી વિષયમાં પુછાયેલ ૯૦ પ્રશ્ર્નોમાંથી ૮૬ પ્રશ્ર્નોનો સમાવેશ આ પુસ્તકમાં હતો. આમ આ પુસ્તક ગુજરાતી માધ્યમના તમામ વિદ્યાર્થીઓને માટે નીટની જેવી કઠીન પરીક્ષા માટે મદદ‚પ સાબિત થયું હતું. તેમના આ કાર્યને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બિરદાવ્યું હતું અને કહ્યું હતું કે, આથી ગુજરાતના વિદ્યાર્થીઓને નવી દીશા મળશે. આ તબકકે એબીસી ઓફ બાયોલોજી પુસ્તક લખનાર શિક્ષક એવા હીતેશ ખરેડને શુભેચ્છાઓ આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.