Abtak Media Google News

કાગડા બધે કાળા..

 મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના સ્થળ પર ઇડીએ રેડ પાડતા 20 કરોડની કેશ મળી!!!: ઈડી અધિકારીઓને રૂ.500 તથા રૂ.2000ની નોટો ગણવા માટે કાઉન્ટિંગ મશીન મંગાવવા પડ્યા

ઈડીએ શુક્રવારે કહ્યું કે તેમણે કથિત શિક્ષક ભરતી ગોટાળામાં પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીના એક નજીકના સહયોગી અર્પિતા મુખરજીના સ્થળ પર રેડ પાડતા રૂપિયા 20 કરોડની કેશ જપ્ત કરી છે. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું કે આ પૈસા એસએસસી ગોટાળા સાથે જોડાયેલા હોવાની શંકા છે. નોટ ગણવાના મશીનના માધ્યમથી રોકડની ગણતરી કરવા માટે તપાસ ટીમ બેંક અધિકારીઓની મદદ લઈ રહી છે.

ઈડીએ જણાવ્યું કે અધિકારીઓની એક ટીમે કથિત શિક્ષક ભરતી ગોટાળાની તપાસમાં શુક્રવારે પશ્ચિમ બંગાળના બે મંત્રીઓ પાર્થ ચેટરજી અને પરેશ અધિકારી સિવાય તેમના સહયોગીઓના ઘરે રેડ પાડી હતી. ઈડીએ કહ્યું કે અર્પિતા મુખરજીના સ્થળેથી 20થી વધારે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેનો હેતુ અને ઉપયોગ શું હતો તે વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે. નિવેદનમાં એવું પણ જણાવ્યું કે ઈડીએ ચેટર્જી સિવાય શિક્ષણ રાજ્યમંત્રી પરેશ સી અધિકારી, ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને અન્યના સ્થળોએ રેડ પાડી.અર્પિતા મુખરજીના સ્થળે ઈડીએ રેડ પાડતા ભારે માત્રામાં રોકડ જપ્ત થઈ છે. ત્યારબાદ ઈડીએ નોટ ગણવા માટેના મશીનની ડિમાન્ડ કરી છે. ઈડીએ શુક્રવારે કહ્યું કે કથિત શિક્ષક ભરતી ગોટાળામાં પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીના એક સહયોગી અર્પિતા મુખરજીના સ્થળે રેડ દરમિયાન 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.

ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ  કથિત શિક્ષક ભરતી કૌભાંડને સંબંધિત કેસમાં પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના સહયોગીના ઘરે દરોડા પાડ્યા છે. શુક્રવારે ઇડીએ  પાડેલા આ દરોડામાં રૂપિયા 20 કરોડની રોકડ જપ્ત કરી હતી. ઇડીને આશંકા હતી કે આ નાણા એસએસસી કૌભાંડમાં કમાણી કરેલા છે. ઈડી અધિકારીઓને રૂપિયા 500 તથા રૂપિયા 2000ની નોટો ગણવા માટે કાઉન્ટિંગ મશીન મગાવવા પડ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.