Abtak Media Google News

યુનિવર્સિટીના 50માં ખેલકુદ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ: કુલપતિ-ઉપકુલપતિ અને આઈ.ઓ.સી.એલના ડેપ્યુટી જનરલ મેનેજર એચ.એસ.રાયની વિશેષ ઉપસ્થિતિ

બે દિવસમાં 67 કોલેજના 350 ખેલાડીઓ દોડ, ઉંચી કુદ, લાંબી કુદ, ગોળા ફેંક, બરછી ફેંકમાં ભાગ લેશે

તા. ૨૦/૧૨/૨૦૨૧ ના રોજ ૧૦,૦૦૦મી. દોડ ભાઈઓ-બહેનો ની સ્પર્ધાનું આયોજન  ઠંડા પહોરે સવારે ૦૭ વાગે આયોજન કરવામાં આવ્યું જેમાં ૬૭ કોલેજોના ૩૨૨ જેટલા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

શારીરિક શિક્ષણ નિયામક દ્રારા know sports know life ની ફિલોસોફી દ્રારા જણાવ્યું હતું કે decipline, dedication, જીવનમાં સ્થાન આપી ઉત્કૃષ્ટ કોટિનું સ્પોર્ટ્સમેન બનવા સમાજમાં માન-સન્માન મેળવવા યોગ્ય અને દેશને યોગદાન આપવા પહેલ કરી હતી.

ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે કોરોના કાળ પછી મોટી સંખ્યામાં ખેલાડીઓ મેદાન પર આવતા થયા છે તેનો યુનિવર્સિટીને ગર્વ છે પોલીસ ટ્રેનિંગ અને અન્ય સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેતા અનેક યુવાનોએ આ મેદાન નો લાભ લીધો છે તે સૌને આ મેદાને કંઈકને કંઈક આપ્યું છે રમત-ગમતમાં ભાગ લેવાથી શારીરિક ક્ષમતાનો વિકાસ થતા અનેક રોગોથી બચી શકાય છે.

કુલપતિ નીતિનભાઈ પેથાણી પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી ના સંકુલમાં અનેકવિધ મેદાનો અને નવનિર્મિત સ્પોર્ટ્સ હોસ્ટેલની સુવિધા ઉભી થઇ રહી છે અને  ખેલાડીઓને શ્રેષ્ઠ સગવળતા મળે તથા શ્રેષ્ઠ તાલીમ મળે તેવા પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. શારીરિક શિક્ષણના અધ્યાપકોને વધુને વધુ સંખ્યામાં પોતાના ખેલાડીઓને લઈને  ઉપયોગ કરવા અને શ્રેષ્ઠ ખેલાડીઓને તૈયાર કરવા આહવાહન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરવા માટે શારીરિક શિક્ષણના અધ્યાપકોને  ખેલાડીઓને વધુને વધુ સંખ્યામાં  મેદાન પર લાવવા યથાયોગ્ય પ્રયત્ન કરવા જણાવ્યું હતું.

વાર્ષિક ખેલકુદ મહોત્સવનું ઉદઘાટન એચ.એસ. રાય ડેપ્યુટી જનરલ મેનેજર આઇ.ઓ.સી.એલ ના વરદહસ્તે કરવામાં આવ્યું તથા રમતોત્સવને ખુલ્લો મુકેલો જાહેર કરવામાં આવ્યો, તથા તેમને શારીરિક શિક્ષણ નિયામક ડો. જતિન સોની દ્રારા  મોમેન્ટો સન્માન કરવામાં આવ્યું.

એસ. રાય પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સની રમતમાં ભાગ લેવો જોઈએ, ખેલાડીઓને જીવનમાં રમતગમતનું યોગ્ય સ્થાન આપી ફક્ત શારીરિક સ્વાસ્થ્ય નહિ પરંતુ  માનસિક સ્વાસ્થ્યની ભેટ મેદાનમાંથી મળે છે, તેથી કોર્પોરેટ જગત વ્યૂહાત્મક આયોજન કરતા લીડર્સની ક્વોલિટી મેદાનમાંથી સહજતાથી મળે છે.

ગત વર્ષના ચેમ્પિયન્સ ખેલાડીઓ તેમજ ચાલુ વર્ષના ૧૦,૦૦૦ મી. દોડમાં પ્રથમ આવનાર ખેલાડી જયરાજસિંહ જાડેજા અને મોના વાંઝા દ્વારા કરવામાં આવ્યું.

કુલપતિ ડો. નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો. વિજય દેસાણી તથા શારીરિક શિક્ષણ નિયામક ડો. જતિન સોની  તેમજ શારીરિક શિક્ષણ અધ્યાપકો દ્વારા કરીને ધ્વજારોહણ કરવામાં આવ્યું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં શારીરિક શિક્ષણ અધ્યાપક તરીકે ફરજ બજાવતાં વયમર્યાદાને કારણે નિવૃત્ત થનાર ડો. આર.કે કુરેશી, ડો.ઘનશ્યામસિંહ ગોહીલ,

બી.કે સુખડિયા અને મહેશભાઈ ચૌહાણનું શાલ ઓઢાડી સન્માન અને અભિવાદન કરવામાં આવ્યુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. એમ એસ ચારણ સાહેબ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.