Abtak Media Google News

રાજસ્થાનની જેમ વધુ એક બિન ભાજપી સરકાર તૂટશે?

એનસીપીને શિવસેનાનો સાથ છોડીને એનડીએ સાથે સરકાર રચવાના આમંત્રણથી મહારાષ્ટ્રમાં ચાલતી સત્તા પરિવર્તનની અટકળોને સમર્થન

કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તે પક્ષનો દબદબો દેશભરમાં રહેતો હોય છે શાસક પક્ષના આ દબદબા સામે વિપક્ષોને હંમેશા સહન કરવું પડે છે. એક સમયે કેન્દ્રમાં કોંગ્રેસનો દબદબો હતો ત્યારે અનેક રાજયોમાં આવેલી જનતા મોરચા, ભાજપ, સહિતના વિપક્ષોની સરકારોને અનેક અન્યાયો થતા હતા આવી અનેક વિપક્ષી સરકારોને સતા પણ ગુમાવવી પડી હતી આજે કેન્દ્રમાં ભાજપનો દબદબો છે ત્યારે વિપક્ષમાં રહેલા કોંગ્રેસ સહિતના પક્ષોને સહન કરવાનો વારો આવ્યો છે. દેશભરમાં ભાજપના દબદબા વચ્ચે અનેક રાજયોમાં બનેલી કોંગ્રેસની રાજય સરકારો ધીમેધીમે તુટી રહી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર તુટયા બાદ હવે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર જોખમમાં છે ત્યારે આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં પણ બિન ભાજપી સરકાર તુટે તેવી શકયતાઓ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના એક નિવેદનથી થઈ છે.

દેશભરમાં કોરોના વાયરસનો કહેર સૌથી વધારે મહારાષ્ટ્ર રાજયમાં જોવા મળી રહ્યો છે. મુંબઈ શહેરમાં તો કોરોનાના કેસોનો વિસ્ફોટ ફાટયો હોય તેવી સ્થિતિ છે. કોરોનાના વધતા કેસોને કાબુમાં લેવા શિવસેનાની આગેવાનીવાળી ઠાકરે સરકાર નિષ્ફળ નિવડયાની લોકલાગણી ફેલાય રહી છે. ત્યારે આ તકનો લાભ લઈને શિવસેનાના પરંપરાગત દુશ્મન પક્ષ મનાતા એનસીપીએ ઉધ્ધવ સરકારને બદનામી અસ્થિરકરીને ભાજપ સાથે સરકાર રચવાની ગતિવિધિઓ તેજ કરી છે. ત્યારે કેન્દ્રમાં શાસક પક્ષ એનડીએ મોરચામાં રહેલા રિપબ્લીકન પાર્ટી ઓફ ઈન્ડીયાના નેતા અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ટવીટર પર એક વિડિયો મૂકીને એનસીપી સુપ્રિમો શરદ પવારને ભાજપ સાથે નપાવરથમાં આવવા ખૂલ્લુ આમંત્રણ આપ્યું છે.

ટવીટર પર મુકેલા વિડિયોમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે જણાવ્યું છે કે હાલમાં શિવસેનાને ટેકો આપવાના નિર્ણયથી એનસીપીને કોઈ ફાયદો થવાનો નથી જો શરદ પવાર મહારાષ્ટ્ર અને દેશનો વિકાસ કરવા માંગતા હોય તો તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપીને એનડીએમાં જોડાઈ જઈને ભાજપ અને અમારી સાથે મહારાષ્ટ્રાં સરકાર બનાવવી જોઈએ જો આ શકય બને તો કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે વધારે ફંડ ફાળવીને રાજયનો સર્વાંગી વિકાસ કરવાની તક આપશે. આઠવલેના શરદ પવારને ભાજપ એનડીએ સાથે જોડાવવાના ખૂલ્લા આમંત્રણથી મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ ગરમી આવી જવા પામી છે. એક તરફ રાજયમા એનસીપી શિવસેનાનો સાથ છોડીને ભાજપ સાથે સરકાર રચશે તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે આઠવલેનાં સુચક નિવેદનથી આ અટકળોને વધુ બળ મળ્યાનું રાજકીય પંડિતોનું માનવું છે.

ભાજપ-શિવસેનાને અલગ રાખવાની પોતાની

કાયમી મનછા હોવાનું પાવરનું સુચક નિવેદન

મહારાષ્ટ્રમાં હાલ શિવસેનાની આગેવાનીવાળી એનસીપી અને કોંગ્રેસના ટેકાથી બનેલી મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની ઉધ્ધવ ઠાકરે સરકાર છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક પક્ષોમાં પોતાની બોલબાલા રહે તે માટે એનસીપી સુપ્રિમો શરદ પવાર હંમશા પ્રયત્નશીલ રહ્યા છે જેથી તેઓ ભાજપ કે કોંગ્રેસના બદલે શિવસેનાને પોતાનું પ્રથમ દુશ્મન ગણે છે. પરંતુ હાલની સ્થિતિમાં દુશ્મનનો દુશ્મન દોસ્ત તે ન્યાયે એનસીપીએ શિવસેના સાથે સરકાર બનાવી છે. પરંતુ મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકાર બન્યા ત્યારથી એનસીપી ઉધ્ધવ સરકારને યેનકેન પ્રકારે અસ્થિર કરીને બદનામીનો દોષનો ટોપલો શિવસેના પર આવે તે માટે પ્રયત્નો કરતા રહે છે. શરદ પવારની આ મંનછા તાજેતરમાં શિવસેનાના મુખપત્ર સામનાને આપેલી એક મુલાકાતમાં ખૂલ્લી પડી જવા પામી હતી. આ મુલાકાતમાં પવારે કબુલ્યું હતુકે તેઓ હંમેશાથી ઈચ્છી રહ્યા હતા કે ભાજપ અને શિવસેનાક સાથે સરકારમાં ન આવે તે માટે તેમને ભૂતકાળમાં ભાજપને ટેકો આપીને શિવસેનાને ભાજપથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. આમ આ ગર્ભિત ઈશારા દ્વારા શરદ પવારે તેની મંનછા ખૂલ્લી પાડી દીધી હતી કે જો શિવસેનાને ભાજપથી દૂર રાખવા તેઓ આગામી સમયમાં ભાજપ સાથે જોડાઈને મહારાષ્ટ્રમાં સરકાર રચીને પ્રાદેશિક રાજકારણમાં શિવસેનાને મ્હાત આપીને પોતાનો દબદબો વધારવા ગમે તે કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.