Abtak Media Google News

લોકડાઉનમાં દેશના બીજા ભાગોમાં ફૂડની હોમડીલેવરીની છૂટ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શા માટે પ્રતિબંધ ; સ્વાદ શોખીનોમાં ઉઠતો પ્રશ્ર્નાર્થ

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના કહેરને ફેલાતો રોકવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. લોકડાઉનમાં જીવનજ‚રી ચીજ વસ્તુઓ સિવાય તમામ પ્રકારનાં ધંધા વ્યવસાયો બંધ છે. જેમાં વધારે લોકો એકઠા થાય તેવી સંભાવના થાય તેવી સંભાવના થાય તેવી હોટલો, રેસ્ટોરન્ટોને પણ બંધ કરાવવામાં આવ્યા છે. પરંતુ દેશના અમુક ભાગોમાં ફૂડની હોમડીલેવરી કરવાની છૂટ આપવામાં આવી હતી જયારે અમુક ભાગોમાં ફૂડની હોમડીલેવરી પણ અટકાવી દેવામાં આવી હતી. દિલ્હી, મુંબઈમાં જેવા શહેરોમાં હોમડીલેવરીની છૂટ અપાઈ હતી, પરંતુ સૌરાષ્ટ્રમાં ફૂડ ડીલેવરીની મનાઈ કરવામાં આવી હતી.

Advertisement

લોકડાઉન દરમ્યાન આ મુદે સરકારે કરેલી જોગવાઈઓનું સ્થાનિક સતાધીશોઓએ પોતાની રીતે અર્થઘટન કર્યું હતુ જેથી દિલ્હીમાં પિત્ઝા સહિતના ફૂડની હોમ ડીલેવરીની જયારે, મુંબઈમાં નોનવેજ ફૂડની હોમડીલેવરીની છૂટ અપાવામાં આવી હતી જયારે ચટ્ટપટુ ખાવાના શોખીન ગણાતા રંગીલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોઈપણ પ્રકારના ફૂડની હોમડીલેવરી માટે છૂટ આપવામાં આવી ન હતી. ફૂડની હોમડીલેવરી પરના પ્રતિબંધના કારણે એકલવાયું જીવન જીવતા કે બહારની ચટ્ટાકેદાર વિવિધ વાનગીઓ ખાવાના શોખીન લોકોની હાલત મુશ્કેલ ‚પ બની જવા પામી હતી. હોટલ કે રેસ્ટોરન્ટમાં લોકો જમવા જાય તો વધારે લોકો એકઠા થવાથી કોરોના ફેલાવવાની સંભાવના વધી શકે છે.પરંતુ હોટલ કે રેસ્ટોરન્ટમાંથી ફૂડની હોમડીલેવરી કરવામાં આવે તો આવી સ્થિતિ ઉભી થતી નથી.

હોટલ કે રેસ્ટોરન્ટ ખોલતી વખતે તેના સંચાલકોએ ફૂડ લાયસન્સ લીધેલા હોય છે જેથી આવા કાયદેસરના લાયસન્સધારી હોટલ કે રેસ્ટોરન્ટ ધારકોને તેમનું કીચન ચલાવતા કેમ અટકાવી શકાય તે એક કાયદાકીય વિવાદનો પ્રશ્ર્ન ઉભો થવા પામ્યો છે. સામાન્ય રીતે હોટલ કે રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવનારા રસોયા કે શેફનો સ્ટાફ હોય છે. આ સ્ટાફમાંથી મોટાભાગના લોકો બહારના રાજયોનાં હોય તેઓ લોકડાઉન દરમ્યાન પણ પોતાના માટે આ કીચનમાં રસોઈ બનાવતા હોય છે. તેમાં બીજા માટે ફૂડ બનાવવાની છૂટ આપવામા આવે તો ને હોમ ડીલેવરી કરવામાં આવે તો સ્વાદ શોખીન અને જ‚રીયાતમંદ લોકોની સ્વાદતૃપ્તિ થશે સાથે સાથે હોટલ કે રેસ્ટોરન્ટ માલીકો પર રસોઈ સ્ટાફના ચડત પગારની સમસ્યાથી પણ છૂટકારો મળી શકશે.

  • ફૂડની હોમ ડીલેવરીમાં કોરોના અંગેની સાવચેતી રાખવી અતિ જરૂરી

હોટલ કે રેસ્ટોરન્ટમાં બનતા વિવિધ પ્રકારના ફૂડની હોમ ડીલેવરીની છૂટ આપવાની માંગ ઉઠી રહી છે. ત્યારે જે સ્ટાફ ફૂડની હોમડીલેવરી કરે તેને કોરોના વાયરસ ફેલાય નહી તે માટે સરકારે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓનું પાલન કરીને સાવચેતી રાખવી પણ જ‚રી બને છે. તાજેતરમાં દિલ્હીમાં એક પિત્ઝા આઉટલેટના ડીલેવરીમેનને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેથી, દિલ્હી સરકારે આ પિત્ઝા આઉટલેટમાં કામ કરતા અન્ય ૧૬ ડીલેવરીમેનો સહિતના સ્ટાફને હોમ કવોરન્ટાઈન કર્યા હતા. ઉપરાંત કોરોના પોઝીટીવ ડીલેવરીમેને દક્ષિણ દિલ્હીનાં ૭૨ પરિવારોને પણ ઓળખી કાઢીને આ તમામ પરિવારોને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આમ, ફૂડની હોમડીલેવરીની છૂટ આપવામા આવે તો પણ કોરોનાને રોકવા માટેની માર્ગદર્શિકાઓનું ખાસ પાલન પણ તંત્રએ કરાવવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.