Abtak Media Google News

જામફળ માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય રાજયમાં પણ મોકલાય છે  છતીસગઢના રાયપુરથી થાઇલેન્ડના જામફળના ૫૦૦૦ જેટલા રોપા લવાયા હતા.

રોપાની માવજત પૂરી કરવી પડે પણ મહેનત સો ટકા બીજા પાક કરતા ઓછી કરવાની થશે

શિયાળામાં ફ્રુટની ડીમાન્ડ વધુ રહેતી હોય છે અને તેમાં પણ ખાસ કરીને ખાટામીઠા ફ્રુટ ઠંડીના સમયમાં લોકો વધારે ખાતા હોય છે ત્યારે તમને જાણીને નવાઈ થશે કે બજારમાં હાલમાં નાના મોટી સાઈઝમાં દેશી જામફળ વેચાઈ રહ્યા છે તેની સાથોસાથ એક કિલો કરતા વધારે વજન ધરાવતા થાઈલેન્ડના જામફળ પણ મળી રહ્યા છે આ જામફળની ખેતી મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવતા જબલપુર ગામમાં કરવામાં આવી રહી છે

ટંકારા તાલુકાના જબલપુર ગામે એક ખેડૂત દ્વારા નારિયલ કરતા મોટી સાઈઝના જામફળની ખેતી કરવામાં આવી રહી છે સ્વાભાવિક રીતે આ વાત કોઈને ગળે ઉતરે નહિ પરંતુ આ વાત સો ટકા સાચી છે… ટંકારાના જબલપુર ગામે જામફળની ખેતી કરતા મગનભાઈ સાથે વાત કરતા તેમને જણવ્યું હતું કે, કપાસ, મગફળી,ઘઉં, બાજરો સહિતના પાક દર વર્ષે લેતા ખેડૂતો જેટલી મહેનત કરે છે તેના પ્રમાણમાં તેને વળતર મળતું નથી તેવી તેમની ફરિયાદ રહેતી હોય છે પરંતુ તેઓ તેમના ખેતરમાં પાક બદલાવવાની કે પછી કોઈ ફેરફાર કરવાની તસ્દી લેતા નથી જેના કારણે સારી આવક મેળવી શકતા નથી મગનભાઇએ તેની વાત કરતા કહ્યુ હતુ કે, છેલ્લા પાંચ વર્ષથી ટંકારાના જબલપુર ગામે તેઓ જામફળની ખેતી કરતા કરે છે અને ગુજરાતીમાં કહેવાય છેને ધીરજ ન ફળ મીઠા તે ધ્યાનમાં રાખીને પાંચ વર્ષ પહેલા થાઈલેન્ડના જામફળની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો અને છત્તીસગઢના રાયપુર ખાતેથી થાઈલેન્ડના જામફળના ૫૦૦૦ જેટલા રોપા લાવીને ૨૬ વીઘાના ખેતરમાં તેનુ વાવેતર કર્યું હતું અને શરૂઆતના બે વર્ષ સુધી તાત્કાલિક પાક લેવાના બદલે આ ખેડૂતે બે વર્ષ સુધી પાકને ખેરવી નાખ્યો હતો જેના કારણે આજામફળના રોપા મોટા થઇ જવાથી હાલમાં સરેરશ ૨૫૦ ગ્રામથી સવા કિલો કરતા વધારે વજનદાર જામફળનો પાક તેઓને મળી રહ્યો છે

જામફળની ખેતી કરનાર મગનભાઈના પત્ની ગૌરીબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતના રાજકોટ,જામનગર, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં થાઇલેન્ડના આ જામફળને મોકલાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત રાજ્ય બહાર પણ થાઈલેન્ડના જામફળનું માર્કેટ હોવાથી ત્યાં પણ આ જામફળ મોકલાવવામાં આવી રહ્યા છે વધુમાં વિગત આપતા તેમણે કહ્યુ હતુ કે,આ રોપાની માવજત પુરી કરવી પડે છે અને જામફળના છોડમાં ઉધઇ ન આવે અને તેનો પૂરો વિકાસ થાય તે માટે પણ પુરતી કાળજી લેવી પડે છે તો પણ અન્ય પાકની ખેતીમાં જેટલી મહેનત કરવી પડે છે તેના કરતા ઓછી મહેનતે સારુ એવુ વાળતર આ જામફળની ખેતીમાં મળી રહે છે

અત્રે ઉલેખનીય છે કે, ૨૬ વીઘા ખેતીમાં કરવામાં આવે જામફળની ખેતીમાં આ વર્ષે ૩૫ તન જેટલો પાકનો ઉતારો આવ્યો છે અને તેની બજારમાં સારી એવી કીમત પણ મળી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી માત્રને માત્ર કપાસ કે મગફળીની ખેતી કરનાર ખેડું તો દ્વારા જો આ ખેડૂતની જેમાં નવી દિશામાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો સો ટકા તે લોકો પણ ઓછી મહેનતે સારી કમાણી ખેતીમાંથી કરી શકે તેમ છેએક બાર ચખો ગે તો યાદ રખો ગે આ કહેવત મગનભાઈ કામરીયાના થાઈલેન્ડના જામફળ માટે બંધ બેસતી લાગે છે કેમ કે,આ ફ્રુટ માત્ર મોટું છે એટલું જ પુરતું નથી તેને ખાનારાને જામફળનો સ્વાદ પણ મોઢે લાગી જાય છે આ વર્ષે મગનભાઈના ખેતરમાં પાકેલા ૩૫ ટન જેટલા થાઈલેન્ડના જામફળનો પાક બજારમાં સ્વાદ પ્રિય લોકો સુધી પહોચી ગયો છે અને દળદાર તેમજ સ્વાદિષ્ટ થાઈલેન્ડના જામફળ લોકોને ખવડાવ્યા પણ છે તો જો જો તમે રહી ન જાઓ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.