Abtak Media Google News

ટંકારાના બંગાવડી ગામે રીસામણે બેસેલ મહિલાને માર મારતા મહિલા સહિત ત્રણ વિરુદ્ધ   પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વિગત મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે આવેલ બંગા પીરની દરગાહના પટાંગણમાં ફરિયાદી સાદીકાબેન કાદરભાઈ ગાલબ અને તેમની સાથે સરતાજ બેન બન્ને ઉભા હતા.

ત્યારે ત્યાં આવેલ આરોપીઓ મદીનાબેન હુસેનભાઈ ગાલબ, રોજમીન આસિફભાઈ (રહે.બન્ને વાવડીરોડ મોરબી) અને હનીફભાઈ નુરાભાઈ માડકીયા(રહે ટંકારા) વાળાએ આવી ફરિયાદીની સાથે રહેલ સરતાજબેનને કહ્યું કે તું રીસામણે બેસેલ છો જે વાત સારી નથી જેથી ફરિયાદીએ આવી વાતો ઘરના વડીલો સાથે કરવાનું કહેતા આરોપીઓને સારું લાગ્યું ન હતું જેથી રાડા રાડી કરીને ફરિયાદીને ગાલ પર થપ્પડો મારી અને ઢીકા પાટુ તેમજ લાકડી વડે માર માર્યો હતો જે બાદ તેઓએ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈને સ્વસ્થ થઈ જતા ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.