Abtak Media Google News
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે ટંકારાના બનશે મહેમાન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી સોમવારે ગુજરાતના મહેમાન બની રહ્યા છે. ટેકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતિજી ની ર00મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં મહામહિમ રાષ્ટ્રપતિ સામેલ થશે.

આગામી 1ર ફેબ્રુઆરીના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતિની જન્મ જયંતિ નીમીતે 200માં જન્મોત્સવ જ્ઞાન જયોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહ મોરબી જીલ્લાના ટંકારા ખાતે ઉજવવાનો છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે પધારશે.

મોરબી જીલ્લાના લોકો મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200માં જન્મોત્સવ જ્ઞાન જયોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહમાં સહભાગી થઇ શકે તેવા હેતુથી તા. 1ર ને સોમવારના રોજ મોરબીજીલ્લા ખાતેની તમામ સરકારી કચેરીઓ, મોરબી ખાતેના રાજય સરકારના હસ્તકના બોર્ડ- કોર્પોરેશન તેમજ પંચાયતની કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા ઔઘોગિક સંસ્થાઓમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિની ગુજરાતની મુલાકાતને લઇ ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા રહેશે આગામી દિવસોમાં નવી દિલ્હીથી ખાસ સુરક્ષા ટીમોનું પણ ટંકારામાં આગમન થશે.

પ્રથમ દિવસે તા.10મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જન્મજયંતી મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવશે. બાદમાં સવારે 9.30 વાગ્યે ભવ્ય મહર્ષિનીયાત્રા મુળશંકરના જન્મ સ્થળેથી નીકળીને શહેરના રાજમાર્ગો થકી કાર્યક્રમ સ્થળે પહોંચશે. આ સાથે નવનિર્માણ પામનાર મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારકનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ મહોત્સવના ત્રણેય દિવસ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશે જ્યારે તા.12મીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પણ હાજરી આપનાર છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે. આ મહોત્સવમાં ગરીબ મહિલાઓને સિલાઈ મશીન વિતરણ કરાશે. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓના સન્માન કરવામાં આવશે. 350 કૂંડી મહાયજ્ઞ યોજાશે,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.