Abtak Media Google News

ક્રિપટોકરન્સી થકી સેન્ટ્રલ અમેરિકન દેશોમાં ખૂબ મોટી માત્રામાં રોકાણો આવવાની આશા.

વિશ્વ આખામાં ક્રિપટોકરન્સી જાણે પોતાનો જાદુ પથરાવી રહ્યું હોય તેઓ માનવામાં આવી રહ્યું છે. ત્યારે આવનારા નજીકના જ દિવસોમાં અમેરિકાનું એલ સેલ્વાડોર પ્રથમ વિશ્વનું બીટકોઈન સીટી બનશે તે પ્રકારનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. ત્યારે સતત એ વાત સામે આવી રહી છે કે વિશ્વની ડિજિટલ ક્રિપટોકરન્સી બીટકોઈન હરણફાળ ભરી રહી છે. એલ સેલ્વાડોરના રાષ્ટ્રપતિ નો માનવું છે કે શહેર બીટકોઈન સીટી બનતાની સાથે જ સેન્ટ્રલ અમેરિકામાં અને સેન્ટ્રલ અમેરિકન દેશોમાં રોકાણોની સૌથી મોટી તક ઊભી થશે.

બીજી તરફ રાષ્ટ્રપતિએ માહિતી આપતાં જણાવ્યું હતું કે શહેરના ઉતરી ભાગમાં લા યુનિયનને જીઓ થર્મલ પાવર મળતો રહેશે અને તેઓ વેટ સિવાય અન્ય કોઈ પણ ટેક્સ લાગસે નહીં. રાષ્ટ્રપતિ નું કહેવું છે કે અહીં બીટકોઈન માટે જે રોકાણ કરવામાં આવશે તેનાથી વોલકેનો સીટી ખૂબ જ વિકસિત થશે એટલું જ નહીં ક્રિપટો માં થનાર રોકાણથી પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ સારી રીતે વિકસિત થશે અને તેઓ એરટેલ વાળો શહેરમાં બીટકોઈનને  લીગલ ટેન્ડર તરીકે પણ પ્રસ્થાપિત કરશે.

સામે  બીજી તરફ એલ સેલ્વાડોર ના પ્રેસિડેન્ટ બીટકોઈન પ્રત્યેનો લગાવ પણ અનેરો છે અને તેઓ સરકારની સાથે શહેરને પણ વધુ વિકસિત કરવા માટે બીટકોઈન ને વધુ પ્રાધાન્ય આપે છે.  આવનારા દિવસોમાં પણ અન્ય કોઈ શહેર ક્રિપટો એ માન્યતા આપી નવી ઊંચાઈઓ સર કરે તેવી સ્પષ્ટ શક્યતા જોવામાં આવી રહી છે એવી જ રીતે ક્રિપટો વધુને વધુ રોકાણકારો માટે અત્યંત પ્રિય પણ સાબિત થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.