Abtak Media Google News

53,599 પરીક્ષાર્થીઓ 155 કેન્દ્રો પર 10 દિવસ સુધી પરિક્ષા આપશે: 97 ઓબ્ઝર્વર વિદ્યાર્થીઓ પર નિગરાણી રાખશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો શાંતીપૂર્ણ માહોલમાં આજથી પ્રારંભ થયો છે. જેમાં 53 હજાર 559 વિદ્યાર્થીઓની વિવિધ અભ્યાસ બીએ., એલએલબી, બીબીએ, બી.કોમ, એમ.કોમ અને એમ.બી એ સહિતની 35 અભ્યાસક્રમની પ્રથમ સત્રની પરીક્ષા 10 દિવસ ચાલશે.

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 155 કેન્દ્રો પર જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેના પર 97 જેટલા ઓબ્ઝર્વર રાઉન્ડ ધ ક્લોક નિગરાણી રાખશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સીસીટીવી મોનીટરીંગ દ્વારા સતત નજર રાખવામાં આવશે.

155 જેટલાં પરીક્ષા કેન્દ્રો પર કોવિડ પ્રોટોકોલ હેઠળ પરીક્ષા લેવાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ પરીક્ષાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રદ્દ કરાઈ હતી. નવેમ્બર વેકેશન 21 તારીખે ખુલતાની સાથે જ આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.