Abtak Media Google News

રાજકોટ જીલ્લાનાં લોધીકા તાલુકાના રાવકી ગામ પાસે આવેલ બેઠા પુલમાં ક્નસ્ટ્રકશન કામ ચાલતુ હોવાથી જેની નીચેથી લોકો અવર જવર કરી રહ્યા હતા. ત્યારે ગત કાલે ધોધમાર વરસાદ પડવાથી જેમાં પુર વહી રહ્યું હતું ત્યારે રાજકોટનો પરિવાર લોધીકાથી પરત ફરી રહ્યો હતો ત્યારે જે પુલ પર પહોચતાં ધસમસતા પ્રવાહમાંથી નીકળવાં જતાં તેમાં તણાયો હતો જેમાં સીટ બેલ્ટ ન ખુલતાં ચાલક નિવૃત બેંક કમી વૃઘ્ધનું ડુબી જવાથી મોત નિપજયું હતું અને સાથે રહેલ તેની પત્નિ અને સંબંધી મહીલાના ગ્રામજનો દ્વારા કારનો કાચ તોડી બચાવ કરાયો હતો.

Advertisement

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રાજનગર ચોક નજીક અનુપમ પાર્કમાં રહેતા લાલજીભાઇ ચકુભાઇ ઘેલાણી (ઉ.વ.66) તેની પત્ની કુસુમબેન અને એક સંબંધી સંગીતાબેન રાંક ત્રણેય રાવડી ગામે કોઇ વહેવારીક કામ હોવાથી કાર લઇને ગયા હતા અને ત્યાંથી રાજકોટ પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન રાવકી ગામે પુલ પાસે પહોચયા ત્યારે પુલનું રીપેરીંગ કામ ચાલતું હોવાથી લોકો નીચેથી પસરી રહ્યા હતા. ત્યારે ગઇ કાલે વરસાદ આવવાથી પુલ ઉપરથી પાણીનો પ્રવાહ ધસમસતો હોવાથી પાણી ભરાયું હતું.

ત્યારે લાલજીભાઇએ જેની કાર ટાટા નેકશન જેમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો ત્યારે જેમાં તપાઇ ગઇ હતી. ત્યારે કોન્ટ્રાકટર અને સરપંચે તે દ્રશ્યો જોતા ગ્રામ્યજનોને જાણ કરતાં તુરંત જ કારને રેસ્કયુ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને દોરડુ બાંધી કાર બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. અને કારનો સેન્ટલી લોક હોવાથી  કારનાં કાચ તોડી, સીટ બેલ્ટ છરીથી કાપી ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ લાલજીભાઇ ડુબી ગયા હોવાથી બેભાન થઇ તેનું મૃત્યુ નિપજયુ: છે.

મૃતક લાલજીભાઇ બેંક ઓફ બરોડામાં નોકરી કરતા હતા અને હાલ તેઓનિવૃત હોવાનું અને સંતાનમાં એક દિકરો અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લોધીકા પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.