Abtak Media Google News

રાજયની 33 જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે અનામત જાહેર કરતી રાજય સરકાર

રાજયની 33 જિલ્લા પંચાયત પ્રમુખની આગામી અઢી વર્ષની ટર્મ માટે રાજય સરકાર દ્વારા ગઇકાલે રોટેશન પોલીસી જાહેર જાહેર કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રની પાંચ સહિત રાજય 17 જિલ્લા પંચાયતમાં પ્રમુખપદનો તાજ મહિલા નગરસેવિકાના શિેર મૂકવામાં આવશે રાજકોટ જીલ્લા પંચાયતમાં પણ હવે પેઢીની પ્રમુખપદની અઢી વર્ષની ટર્મ જનરલ કેટેગરીના મહિલા સભ્ય માટે અનામત જાહેર કરવામાં આવી છે.

રાજયની બોટાદ અને મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ એસ.સી. કેટેગરી માટે અનામત જાહેર કરાયું છે. જેમાં બોટાદમાં એસસી કેટેગરીના મહિલા ઉમેદવાર માટે પ્રમુખ પદ અનામત રહેશે ડાંગ, દાહોદ, ગીર સોમનાથ, જામનગર, ખેડા, નર્મદા અને તાપી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ એસટી કેટેગરી માટે અનામત જાહેર કરાયું છે. જેમાં ડાંગ, ગીર સોમનાથ અને જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ એસટી કેટેગરીના મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવ્યું છે.

આ ઉપરાંત પંચમહાલ, પાટણ અને પોરબંદર જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ ઓબીસી કેટેગરી માટે અનામત રાખવામાં આવ્યું છે. પંચમહાલ અને પાટણ જિલ્લા પંચાયતમાં ઓબીસી મહિલા પ્રમુખ પદે ચુંટાશે, જયારે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, મહિસાગર, મહેસાણા, નવાસરી, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની અઢી વર્ષની હવે પછીની ટર્મ સામાન્ય કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે. જેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, છોટાઉદેપુર, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સાંબરકાંઠા, સુરત અને વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવ્યું છે.

રાજકોટ કોર્પોરેશન અને રાજકોટ જિ.પં.ના પદાધિકારીઓની પસંદગી માટે શુક્રવારથી લેવાશે સેન્સ

રાજકોટ સહિત રાજયની છ મહાપાલિકા અને 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા, અને ર31 તાલુકા પંચાયતના વર્તમાન હોદેદારોની અઢી વર્ષની ટર્મ આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે. રાજય સરકાર દ્વારા પ્રમુખ પદ માટે રોટેશન જાહેર કરાતાની સાથે જ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા નવી નિમણુંકની પ્રક્રિયા શરુ કરી દીધી છે. આગામી 1 થી 3 સપ્ટેમ્બર દરમિયાન પ્રદેશ ભાજપ દ્વારા નીરીક્ષકોને જે તે મહાનગરઅને જિલ્લામા મોકલવામાં આવશે.

પ્રદેશ નિરીક્ષકોેની ટીમ દાવેદારોને સાંભળશે: સાતમ-આઠમ પછી મેયર- જિલ્લા પંંચાયત પ્રમુખની વરણી

પદાધિકારીઓ બનવા ઇચ્છુક દાવેદારોને સાંભાળવામાં આવશે.પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગઇકાલે જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખ સાથે એક જુથ બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહાપાલિકામાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, શાસક નેતા અને દંડક જયારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન સહિતના હોદેદારોની નિયુકતી કરવા માટે દાવેદારોને સાંભળવા માટે આગામી 1 થી 3 સપ્ટેમ્બર  દરમિયાન પ્રદેશ નિરીક્ષકોની ટીમને મોકલવામાં આવશે.

પ્રદેશ નીરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. લાલ લાઇટ વાળી ગાડીમાં ફરવા ઇચ્છુક દાવેદારોને સાંભાવવામાં આવશે ત્યારબાદ આ તમામ નામોને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવશે.

શહેર અને જિલ્લાના સ્થાનિક હોદેદારો દ્વારા સંકલન સમિતિની બેઠકમાં અલગ અલગ હોદાઓ માટે પેનલ પણ બનાવવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જો કે પદાધિકારીઓના નામોની જાહેરાત જનરલ બોર્ડના દિવસે એક કલાક અગાઉ જ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.